Homeમનોરંજનમાર્કેટિંગ શું કામ મહત્ત્વનું...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે ત્યારે એક વાત સૌકોઈએ સ્વીકારવી પડે કે માર્કેટિંગ ઇઝ મસ્ટ. રિયલ એસ્ટેટમાં પણ માર્કેટિંગની જરૂર પડે અને રેડિમેડ ગાર્મેન્ટ્સમાં પણ માર્કેટિંગની જરૂર પડે.

તમને થશે કે અચાનક આ માર્કેટિંગની વાત ક્યાંથી શરૂ થઈ ગઈ તો તમને એનું કારણ પણ કહું.

મને લાગે છે કે આપણી ગુજરાતી ફિલ્મોમાં સૌથી ઓછું બજેટ જો કોઈ ડિપાર્ટમેન્ટને મળતું હોય તો એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે. ફિલ્મમેકિંગ દરમ્યાન ક્યાંય કચાશ કે કરકસર રાખવામાં નહીં આવે, સ્ટાર્સને પણ સાચવવામાં આવશે અને પ્રોડક્શન વૅલ્યુ દેખાય એ માટે પણ બધી ફૅસિલિટી આપવામાં આવશે. આખી ફિલ્મ પૂરી કરવામાં પૂરેપૂરી મહેનત થશે અને કોઈ રીતે ત્યાં પૈસા બચાવવાનો પ્રયાસ પણ નહીં થાય, પણ જ્યારે એ જ ફિલ્મ રિલીઝ કરવાની વાત આવશે ત્યારે પ્રોડ્યુસર કે પછી સમ-એક્સ્ટેન્ડેડ ડિરેક્ટર ફિલ્મના માર્કેટિંગની વાતથી બૅકફુટ થઈ જાય છે. આ જે બૅકફુટ થવાની વાત છે એમાં મુદ્દો મોટા ભાગે તો એવો જ સાંભળવા મળે છે કે આપણી પાસે બજેટ નથી. તમને કહ્યું એમ હવે તો પૈસાની સાચી જરૂર છે, હવે તો બજેટ ખરા અર્થમાં વાપરવાનું છે અને એ સમયે તમે કહી દો કે ફિલ્મ માટે બજેટ નથી તો પછી નૅચરલી ઑડિયન્સ સુધી તમારી ફિલ્મ પહોંચવાની નથી અને જો ફિલ્મ ઑડિયન્સ સુધી પહોંચશે નહીં તો તમે કોઈ પણ મહાન ફિલ્મ બનાવી હશે તો પણ એ જોવા માટે ઑડિયન્સ આવવાનું નથી.

કબૂલ કે તમે ‘મુગલ-એ-આઝમ’ બનાવી છે અને એ પણ કબૂલ કે તમે ‘દિલવાલે દુલ્હનિયા…’ બનાવી છે, પણ એ વાત તમારે લોકોની વચ્ચે જઈને કરવી પડશે. પેલું કહે છેને કે ગાઈ-વગાડીને બોલવું પડશે કે આટલી અદ્ભુત ફિલ્મ તમારાથી ચૂકી ન જવાય. જો તમે એ નહીં કરો તો કોને ખબર પડશે કે તેઓ તમારી ‘મુગલ-એ-આઝમ’ ચૂકી ગયા.

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને હજી પણ માઉથ પબ્લિસિટીનો ઍડ્વાન્ટેજ મળતો નથી અને કારણ પણ સમજવા જેવું છે. આપણે ત્યાં ગુજરાતી ફિલ્મો જોવાની સિસ્ટમ હજી ડેવલપ જ નથી થઈ તો પછી એવી અપેક્ષા કેમ રાખી શકીએ કે લોકો ગુજરાતી ફિલ્મો વિશે ડિસ્કશન કરે અને ફિલ્મને એનો બેનિફિટ ઑડિયન્સ ખેંચી લાવવા માટે મળે? આપણે ત્યાં હજી પણ ગુજરાતી ફિલ્મો જોવા માટે અંદરથી રીતસરનો મોટો બધો ધક્કો આવે તો જ એ ફિલ્મ લોકો જોવા જાય છે. ઍગ્રી કે થોડા સમયથી હવે સોશ્યલ ક્લબો અને સંસ્થાઓ ગુજરાતી ફિલ્મ પોતાના મેમ્બર્સને દેખાડે છે, પણ એ મેમ્બર્સ વોકલ નથી હોતા એવું મારું આજ સુધીનું ઑબ્ઝર્વેશન છે. જો ગુજરાતી નાટકની વાત હોય તો એ વોકલ છે, સારું નાટક જોઈ આવ્યા પછી એ એના વિશે બોલે છે અને એવું થવા પાછળનું કારણ એ હોઈ શકે કે એ લાઇવ આર્ટની અસર વચ્ચે છે. ઑડિયન્સે કલાકારો સ્ટેજ પર જોયા છે એટલે એ ઍક્ટિંગની પણ એક અસર હોય અને એને કારણે એ વોકલ થતા હોય, પણ આ જ ઑડિયન્સ ફિલ્મની વાત આવે છે ત્યારે શાંત રહે છે. કહેવાનો મતલબ એટલો કે ગુજરાતી ફિલ્મોને માઉથ પબ્લિસિટીનો ઍડ્વાન્ટેજ મળે એવા ચાન્સિસ બહુ ઓછા છે. જો એવું ન થવાનું હોય તો પ્રોડ્યુસરે પણ એવું ન માનવું જોઈએ કે સારી ફિલ્મ છે એટલે એ જોવા તો ઑડિયન્સ આવી જ જશે. ના, નથી જતું ઑડિયન્સ એવી રીતે. એના માટે ખરેખર બહુ મહેનત કરવી પડે છે, એના માટે તમારે રીતસર લોકો વચ્ચે જઈને પ્રોડક્ટને વેચવી પડે છે. જો તમે એ વેચવાની મહેનત નહીં કરો તો ઑડિયન્સ ફિલ્મ જોવા નહીં આવે. અનેક ફિલ્મોનાં નામ મને અત્યારે યાદ આવે છે જે ખરેખર બહુ સરસ હતી અને એ પછી પણ એ ફિલ્મો થિયેટરમાં એક વીકથી પણ વધારે નથી ચાલી. કારણ શું?

માર્કેટિંગનો અભાવ

સીધી વાત છે કે ફિલ્મ બનાવવાનું મન હોય તો એમાં કશું ખોટું નથી, પણ જો ફિલ્મ બનાવ્યા પછી એનું માર્કેટિંગ કરવાની કૅપેસિટી ન હોય તો ફિલ્મ ન બનાવો. આ સ્ટેટમેન્ટ હું બહુ વિચારીને આપું છું, કારણ કે હું તો એ જોતો થઈ ગયો છું કે ફિલ્મ બનાવવા માગતા પ્રોડ્યુસર પાસે ફિલ્મ બનાવવાની કૅપેસિટી છે, પણ જો તેની પાસે ફિલ્મના માર્કેટિંગની કૅપેસિટી ન હોય તો ફ્લૉપનું જે લેબલ લાગવાનું છે એ તો મારા અને મારા જેવા બીજા આર્ટિસ્ટના નામે જ લાગવાનું છે અને જો એવું હોય તો બહેતર છે કે હાથે કરીને એ ​સ્ટિકર માથા પર ન લગાડીએ. જતાં-જતાં એક વાત કહેવાની કે ભૂલતા નહીં કે શાહરુખ ખાન અને સલમાન ખાનની ફિલ્મનું પણ માર્કેટિંગ થાય જ છે અને મોટી અમાઉન્ટના એક્સ્પેન્સ સાથે એ માર્કેટિંગ થાય છે. કારણ છે, માર્કેટિંગ ઇઝ મસ્ટ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...

IPL વચ્ચે ઋષભ પંત સાથેના લગ્ન પર ઉર્વશી રૌતેલાએ તોડ્યું મૌન

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. દરરોજ અભિનેત્રી ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથેના ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. જોકે, આ અંગે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ હવે પહેલીવાર ઉર્વશી રૌતેલાએ પોતાનું મૌન તોડ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ...