Homeક્રિકેટWPLના ઈતિહાસમાં પ્રથમ વખત...

WPLના ઈતિહાસમાં પ્રથમ વખત એક ટીમે જીત્યા આટલા એવોર્ડ; જાણો વિનર્સની લિસ્ટ

RCBની ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમને 8 વિકેટથી હરાવીને WPL 2024નો ખિતાબ જીતી લીધો છે. IPL અને WPL બંને લીગને જોડીને RCBનું આ પ્રથમ ટાઇટલ છે. ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સે RCBને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ સરળતાથી લક્ષ્‍ય હાંસલ કરી લીધો હતો.

આ અદ્ભુત ઘટના પ્રથમ વખત બની

વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે WPL ટાઈટલ જીત્યું હોય અને તે જ ટીમના ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પણ જીતી હોય. એલિસ પેરીએ RCB તરફથી ઓરેન્જ કેપ જીતી છે. તેણે WPL 2024માં સૌથી વધુ રન બનાવ્યા છે. આ સિવાય શ્રેયંકા પાટીલે ચાલુ સિઝનમાં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ કારણથી તેને પર્પલ કેપ મળી છે. ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ શ્રેયંકાના ખાતામાં ગયો છે.

સોફી મોલિનેક્સને પ્લેયર ઓફ ધ મેચ

ફાઈનલ મેચમાં RCB માટે સોફી સોફી મોલિનેક્સે બોલિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેણે ચાર ઓવરના ક્વોટામાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. RCBની જ્યોર્જિયા વેરહેમને WPL 2024 સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 163.23ની સ્ટ્રાઈક રેટથી બેંગ્લોર માટે મહત્વપૂર્ણ 111 રન બનાવ્યા હતા. RCBએ WPL 2024માં ટાઈટલ જીત્યું છે. આ પછી RCBના ખેલાડીઓએ ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને ફેર પ્લે એવોર્ડ પણ જીત્યા છે.

WPL 2024ના તમામ એવોર્ડ વિજેતાઓ:

 • વિજેતા (રૂ. 6 કરોડ) – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
 • રનર અપ (રૂ. 3 કરોડ) – દિલ્હી કેપિટલ્સ
 • ઇમર્જિંગ ખેલાડી (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટિલ (RCB)
 • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (5 લાખ રૂપિયા) – દીપ્તિ શર્મા (UPW)
 • ઓરેન્જ કેપ (રૂ. 5 લાખ) – એલિસ પેરી (RCB)
 • પર્પલ કેપ (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટીલ (RCB)
 • સૌથી વધુ સિકસ (રૂ. 5 લાખ) – શેફાલી વર્મા (DC)
 • સિઝનનો સુપર સ્ટ્રાઈકર (રૂ. 5 લાખ) – જ્યોર્જિયા વેરહેમ (RCB)
 • કેચ ઓફ ધ સીઝન (રૂ. 5 લાખ) – એસ. સજના (MI)
 • ફેર પ્લે એવોર્ડ (રૂ. 5 લાખ) – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
 • ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ (રૂ. 2.5 લાખ) – સોફી મોલિનેક્સ (RCB)

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...