Homeરસોઈએક ગ્રેવીથી બની જશે...

એક ગ્રેવીથી બની જશે અનેક શાક, બચશે ગૃહિણીઓનો સમય અને ટેસ્ટમાં બેસ્ટ

સરળતાથી બનાવેલી ગ્રેવીને અઠવાડિયા સુધી કરી શકાશે સ્ટોર
આ ગ્રેવીથી અનેક સામાન્ય શાક પણ ઝડપથી થશે તૈયાર
ઝડપથી શાક બનવાની સાથે ટેસ્ટ પણ મળશે જબરદસ્ત
જો તમે કામકાજી મહિલા છો તો ઘરમાં અને ખાસ કરીને રસોઈમાં તમને કેટલીક વસ્તુઓ રોજિંદી લાઈફમાં તૈયાર મળી જાય તો તમારો સમય પણ બચે છે અને સાથે તમારી રસોઈને ખાસ ટેસ્ટ મળી જાય છે. આજે આપણે એવી ગ્રેવીની વાત કરીશું જેનાથી તમારી રસોઈને રેસ્ટોરાં જેવો સ્વાદ મળશે અને તેના માટે તમારે ખાસ મહેનત રોજ કરવી પડશે નહીં.

તમારા ઘરની રસોઈની જ કેટલીક વસ્તુઓથી આ ગ્રેવી તૈયાર થશે અને તમે તેને એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. તેનાથી અનેક શાક ચપટીમાં તૈયાર થઈ જશે. તો જાણો ગ્રેવી બનાવવાની સરળ રીત.

સામગ્રી

1/2 કપ તેલ
2 મોટી સુધારેલી ડુંગળી
1 ચમચી જીરું
2 ચમચી આખા ધાણા
1 વાટકી કાજુ
3-4 નંગ ટામેટા
2-3 નંગ લીલા મરચા
કોથમીર જરૂર અનુસાર
2 ચમચી લસણ અને આદુની પેસ્ટ
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી લાલ મરચું
1 ચમચી હળદર
1 ચમચી ગરમ મસાલો
5-7 કાળા મરી
2 નંગ તમાલપત્ર
1/2 ઈંચ તજ
5-7 નંગ લવિંગ
1 મોટી એલચી
3 નાની એલચી
બનાવવાની રીત

ગ્રેવી બનાવવા માટે એક પેનને ગેસ પર રાખો. તેમાં અડધા કપ કરતા વધારે તેલ ઉમેરો અને તેને ગરમ થવા દો. હવે તેમાં જીરું અને આખા ધાણા મિક્સ કરો અને તતડવા દો. જીરું તતડે એટલે તેમાં ડુંગળી નાંખો. તેને સોનેરી થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં કાજુ ઉમેરી લો. આ પછી ટામેટા, મરચા, કોથમીર ઉમેરો. બધી વસ્તુઓને સારી રીતે હલાવો. ટામેટા મેલ્ટ થાય તો ગેસ બંધ કરો અને મિક્સર જારમાં ઉમેરો. આ સમયે તેમાં અન્ય મસાલામાં આદુ-લસણની પેસ્ટ, ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, લાલ મરચું મિક્સ કરો. તમામ વસ્તુને ગ્રાઈન્ડ કરી લો.

હવે એક પેન લો અને તેમાં તેલ ગરમ કરો. તેલમાં મરી, લવિંગ, તમાલપત્ર, તજ, એલચી તમામ વસ્તુઓ ઉમેરો. આ પછી તેમાં પેસ્ટ નાંખો અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને રાંધો. હવે તેને રૂમ ટેમ્પ્રેચર પર આવવા દો. તે પછી તેને એરટાઈટ કંટેનરમાં ભરીને સ્ટોર કરો.

ગ્રેવી બનાવતા આ વાતનું રાખો ખાસ ધ્યાન

ડુંગળી અન્ય મસાલા સાંતળતા તે બળે નહીં તેનું ધ્યાન રાખો.
આખા મસાલા બળે નહીં તે જોજો નહીં તો ગ્રેવીનો ટેસ્ટ કડવો થશે.
ગ્રેવીને વધુમાં વધુ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.
ફ્રિઝમાં તેને ઢાંકણું બંધ કરીને રાખવાથી તે સારી રહે છે.
આ ગ્રેવીથી તમે મટર પનીર, મશરૂમ, છોલે. સાદા ચણા અને અન્ય અનેક ગ્રેવીવાળા શાક બનાવી શકો છો. તેનો ટેસ્ટ તમને રેસ્ટોરાંની યાદ અપાવી દેશે. તો ફટાફટ બનાવી લો આ ગ્રેવી. જેથી તમારો સમય પણ બચશે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...