HomeમનોરંજનOscars 2024 : શું...

Oscars 2024 : શું તમે જાણો છો ઓસ્કારની ટ્રોફીમાં કોની મૂર્તિ હોય છે, ટ્રોફી બનાવવા કેટલો સમય લાગે છે જાણો

ઓસ્કાર ટ્રોફી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. આટલું જ નહિ આ એવોર્ડને મેળવવા માટે ફિલ્મમેકર અને અભિનેતાઓનું સપનું હોય છે. તમને જણાવી દઈએ કે, આ ટ્રોફી મેળવવા માટે લોકો ખુબ મહેનત પણ કરે છે,પરંતુ શું તમે જાણો છો કે, આ ઓસ્કાર ટ્રોફીમાં કોની પ્રતિમા હોય છે. આજે અમે તમને જણાવીશું કે, આ ટ્રોફીમાં કોનો ફોટો હોય છે.

ક્યારે શરુ થયો ઓસ્કાર

જાણકારી મુજબ અમેરિકાની એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ તરફથી ઓસ્કાર એવોર્ડની શરુઆત થઈ હતી. પહેલો ઓસ્કાર એવોર્ડ ઈવેન્ટ 16 મે 1929ના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો. 1927માં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ સાયન્સની મીટિંગમાં પહેલી વખત ટ્રોફીની ડિઝાઈન પર ચર્ચા કરવામાં આવી હતી. ઓસ્કાર માટે આ દરમિયાન મૂર્તિકાર જૉર્જ સ્ટૈનલીએ બનાવેલી મૂર્તિને પસંદ કરી હતી. ત્યારબાદ પહેલો ઓસ્કાર હોટલ રુઝવેલ્ટમાં થયો હતો.

મૈક્સિકન ફિલ્મમેકરની મૂર્તિ

જાણકારી મુજબ ઓસ્કર એવોર્ડમાં જે ટ્રોફી આપવામાં આવે છે. તેની પ્રેરણા મૈક્સિકન ફિલ્મમેકર અને અભિનેતા એમિલિયો ફર્નાડીઝ હતા. વર્ષ 1904ના મૈક્સિકોના કોઆહુલિયામાં જન્મેલા એમિલિયો મૈક્સિકોની ક્રાંતિમાં મોટા થયા હતા. હાઈ સ્કુલ ડ્રોપ આઉટ ફર્નાડિઝ હ્યુરિતિસ્તા વિદ્રોહિયોના ઓફિસર બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1925માં ફર્નાડીઝને પકડવામાં આવ્યો હતો અને તેમણે 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ તે ત્યાંથી નાસી છુટ્યો હતો અને લૉસ એન્જિલ્સની બોર્ડર પાર કરી હતી. ત્યારબાદ
તેણે આગલો દાયકા દેશનિકાલમાં વિતાવ્યો હતો.

ફિલ્મ સ્ટાર ડોલોરેસ ડેલ રિયોએ એલ ઈન્ડિયા નામ આપ્યું

આ દરમિયાન તેમણે હોલિવુડમાં કામ શરુ કર્યું હતુ. અહિ તેમણે સાઈલેન્ટ ફિલ્મ સ્ટાર ડોલોરેસ ડેલ રિયોએ એલ ઈન્ડિયા નામ આપ્યું હતુ. ત્યારબાદ તે અભિનેત્રી રિયોના સારા મિત્રો બની ગયા હતા. રિયો મેટ્રો ગોલ્ડવિન મેયર સ્ટુડિયોના આર્ટ ડાયરેક્ટર અને એકેડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સના સભ્ય કૌડ્રિક ગિબોન્સની પત્ની હતી. ડેલ રિયોએ ફર્નાન્ડીઝને ગિબોન્સ સાથે મુલાકાત કરાવી જે સમયે સ્ટૈચ્યુની ડિઝાઈન પર કામ કરી રહ્યા હતા.

2000થી વધુ લોકોને મળી ચૂકી છે ટ્રોફી

1929થી અત્યારસુધી 2 હજારથી વધુ લોકોને ઓસ્કારની ટ્રોફી મળી ચૂકી છે. જાણકારી મુજબ શિકાંગોની આર એસ આઈન્સ કંપની તૈયાર કરે છે. આ કપંનીને 50 ટ્રોફી તૈયાર કરવામાં અંદાજે 3 થી 4 અઠવાડિયાનો સમય લાગે છે. પહેલા ટ્રોફી તાંબાની બનતી હતી, કારણ કે, વિશ્વ યુદ્ધ દરમિયાન ધાતુ અછત થઈ ગઈ પરંતુ હવે 24 કેરેટ શુદ્ધ સોનાની પાણી ચઢાવી બ્રિટૈનિયમથી બને છે. આ ટ્રોફીની સાઈઝ અંદાજે 13 ઈંચ લાંબી હોય છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...