Homeરસોઈશિયાળામાં ડિનરમાં પ્લાન કરો...

શિયાળામાં ડિનરમાં પ્લાન કરો મેથી-મટર-મલાઈનું આ શાક, સ્વાદ એવો કે દાઢે વળગશે

માણો મેથી મટર મલાઈના શાકની મજા
કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મીનરલ્સનો ખજાનો છે મેથી
ટેસ્ટમાં આ શાક લાગે છે મસ્ત, પરાઠા સાથે ખાવાની પડશે મજા
શિયાળામાં શાકભાજી માર્કેટ તાજી-તાજી ભાજીથી ભરાઈ ગયું છે. એવામાં મેથીની ભાજી તો ખાવી જ પડે. પરંતુ એકનું એક મેથીની ભાજીનું શાક કે પરોઠા કે ભજીયા ના ભાવતા હોય તો, આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ મેથીમાંથી બનતી નવી વાનગી.

જે જોઈને તમારા મોંઢામાંથી પાણી છુટી જશે. મેથી સ્વાદમાં કડવી લાગે છે પરંતુ, સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવતી હોય છે. મેથીને બીજી વસ્તુઓ સાથે મિક્સ કરીને બનાવામાં આવે તો તે એટલી કડવી નથી લાગતી. તેનામાં ન્યૂટ્રીશન વેલ્યુ ખૂબ વધારે હોય છે. તેમાંથી મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મીનરલ્સ મળી રહેતા હોય છે. તો જાણો મેથી મટર મલાઈ બનાવવાની સિમ્પલ રેસિપિ અને કરી લો ડિનરમાં પ્લાન. સ્વાદ એવો જબર દસ્ત મળશે કે તમને મજા પડી જશે.

મેથી મટર મલાઈ

સામગ્રી

-2 ઝૂડી મેથી(મધ્યમ કદની ઝીણી સુધારેલી)

-3/4 કપ લીલા વટાણા

-1 મોટો નંગ ડુંગળી

-1/2 ઈંચનો પીસ આદું

-5થી 6 નંગ લસણ

– 10 નંગ કાજુ

-4 ટેબલ સ્પૂન તેલ

-1 ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ

-1/2 આમચૂર પાઉડર

-1/2 ટી સ્પૂન તજ પાઉડર

-1/2 કપ તાજું ક્રીમ કે મલાઈ

-મીઠું સ્વાદાનુસાર

રીત

મેથીને બરાબર ધોઈને સમારી લો. લીલાં વટાણાને પણ ધોઈને નીતારી લો. ડુંગળીને ઝીણી સમારી લો. આદું-લસણ, કાજુની પેસ્ટ બનાવી લો. મેથીને ગરમ પાણીમાં બરાબર ધોઈ લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખીને બરાબર ચઢવા દો. ત્યાર બાદ મેથી નાખીને બરાબર હલાવીને ચઢવા દો. મેથી ચઢવા લાગે એટલે તેમાં આદું-લસણ, કાજુની પેસ્ટ નાખી બરાબર સાંતળી લો. ત્યાર બાદ વટાણા અને મરચું નાખીને ફરીથી બરાબર હલાવો. પાંચેક મિનિટ સુધી તેને ચઢવા દો. ત્યાર બાદ તજ પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ ફરીથી ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. છેલ્લે તેમાં ક્રીમ કે મલાઈ નાંખી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે ગરમા ગરમ મેથી મટર મલાઈ. મોટા ભાગે પંજાબમાં ખવાતી આ ડીશને પરાઠા સાથે સર્વ કરવાથી તેનો ટેસ્ટથી ખાવાની મજા આવે છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...