Homeક્રિકેટઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને...

ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, 2 ટેસ્ટ મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ રોમાંચક મેચ 3 વિકેટે જીતી લીધી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સીરિઝ પણ 2-0થી કબજે કરી લીધી છે.

એક સમયે મેચની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ માત્ર 80 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. પરંતુ ક્રિઝ પર હાજર એલેક્સ કેરી અને મિચેલ માર્શે શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમને જીત તરફ દોરી હતી.

એલેક્સ કેરી-મિચેલ માર્શે લાજ બચાવી

એક સમયે બીજી ટેસ્ટ મેચ પર ન્યુઝીલેન્ડની પકડ મજબૂત જણાતી હતી. શરૂઆતમાં ન્યૂઝીલેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવી રહ્યા હતા, પરિણામે કાંગારૂ ટીમે 80 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં એવું લાગી રહ્યું હતું કે ન્યુઝીલેન્ડ આસાનીથી મેચ જીતી જશે પરંતુ મિચેલ માર્શ અને એલેક્સ કેરીના ઈરાદા અલગ હતા. આ બંને બેટ્સમેનોએ માત્ર દાવને સંભાળ્યો જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાને જીત તરફ પણ દોરી હતી. બીજી ઇનિંગમાં બેટિંગ કરતા એલેક્સ કેરી 98 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે મિચેલ માર્શે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

જીત માટે 278 રનનો ટાર્ગેટ હતો.

ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચ જીતવા માટે 278 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે કાંગારુ ટીમે 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દાવમાં બેટિંગ કરતા એલેક્સ કેરીએ 98*, મિચેલ માર્શે 80 અને કેપ્ટન પેટ કમિન્સે અણનમ 32 રન બનાવ્યા હતા. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર એલેક્સ કેરીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

સમગ્ર સીરિઝ દરમિયાન શાનદાર બોલિંગ કરનાર કિવી ઝડપી બોલર મેટ હેનરીને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બીજી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે મેટ હેનરીએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. હેનરીએ પ્રથમ દાવમાં 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય બીજી ઇનિંગમાં કિવી ટીમ માટે બોલિંગ કરતી વખતે બેન સીયર્સે સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...