Homeક્રિકેટઈંગ્લેન્ડ સીરીઝ જીત્યા બાદ...

ઈંગ્લેન્ડ સીરીઝ જીત્યા બાદ રોહિત શર્માનું નિવેદન, આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

ભારતે શનિવારે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી હતી. ધર્મશાળામાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ્સ અને 64 રને હરાવ્યું હતું. ભારતે આ મેચ ત્રણ દિવસમાં જીતી લીધી હતી. સીરિઝ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ જોરદાર નિવેદન આપ્યું છે.

તેણે યુવા ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તે જ સમયે, રોહિતે સ્પિનર્સ કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલની દિલથી પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે ધર્મશાલા ટેસ્ટમાં કુલદીપ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી. યશસ્વીને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવી હતી. તેના બેટમાંથી કુલ 712 રન આવ્યા, જેમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે.

રોહિત શર્માનું નિવેદન

રોહિતે પાંચમી ટેસ્ટ બાદ કહ્યું, “જ્યારે તમે આ રીતે ટેસ્ટ મેચ જીતો છો, ત્યારે બધું બરાબર થવું જોઈએ.” આપણે જાણીએ છીએ કે અમુક તબક્કે લોકો આવશે અને જશે. આ લોકો (યુવાન ખેલાડીઓ) પાસે અનુભવનો અભાવ હોઈ શકે છે પરંતુ તેઓ ઘણું સારૂ ક્રિકેટ રમ્યા છે. અહીં ઊભા રહીને, હું જોઈ શકું છું કે આ લોકોએ દબાણ હેઠળ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. આનો શ્રેય આખી ટીમને જાય છે અને તે જોવું સારું છે. જ્યારે તમે આ શૈલીમાં સીરિઝ જીતો છો, ત્યારે આપણે રન અને સદી ફટકારવાની વાત કરીએ છીએ પરંતુ ટેસ્ટ જીતવા માટે 20 વિકેટ લેવી મહત્વપૂર્ણ છે. બોલરોએ જે રીતે જવાબદારી નિભાવી, તે જોવું આનંદદાયક હતું.

કુલદીપ યાદવના વખાણ કર્યા

કેપ્ટને વધુમાં કહ્યું, “કુલદીપ સાથે વાતચીત થઈ. અમે જાણીએ છીએ કે તેની પાસે ઘણી કુશળતા છે. તેમાં ઘણી સંભાવનાઓ છે. તેણે પ્રથમ દાવમાં ખરેખર સારી બોલિંગ કરી હતી. કુલદીપે ઈજા બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પ્રેકટીસ કરીને ટીમમાં વાપસી કરી હતી. તે સખત મહેનત કરી રહ્યો છે અને સૌથી આનંદદાયક બાબત તેની બેટિંગ છે.” ઓપનર જયસ્વાલ વિશે વાત કરતાં રોહિતે કહ્યું, ”તેણે હજુ લાંબી મજલ કાપવાની છે. તેને આ સ્થિતિમાં જોઈને આનંદ થયો. જ્યારે કોઈ વ્યક્તિમાં એવી પ્રતિભા હોય છે કે તે શરૂઆતથી જ બેટ્સમેન પર દબાણ બનાવી શકે છે, તો તે આશ્ચર્યજનક છે. તેને ભવિષ્યમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. તે એક મજબૂત વ્યક્તિ છે અને તેને પડકારો ગમે છે. આ સીરિઝ તેના માટે શાનદાર રહી છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...