Homeરસોઈએકલ-દોકલ વાનગી બનાવવાનું મન...

એકલ-દોકલ વાનગી બનાવવાનું મન છે તો ટ્રાય કરો આ ગુજરાતી વાનગી

દૂધીની મદદથી બનશે એકદમ પોચો હાંડવો
હાંડવાને કેચપ કે ચટણીની સાથે સર્વ કરવાથી મળશે બેસ્ટ ટેસ્ટ
ઠંડી તાસીરની દૂધી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી
દૂધી એક એવું શાક છે જે દરેક ઋતુમાં મળતું હોય છે. હાલમાં પણ તમને સરળતાથી દૂધી મળી જશે. આથી જો તને લીલું શાક ખાઈ-ખાઈને કંટાળ્યા હોવ તો તમે હવે દૂધીની મદદથી સૌને ભાવે તેવો પૌષ્ટિક હાંડવો તૈયાર કરો.

તે સ્વાદમાં ટેસ્ટી રહે છે અને સાથે તેમાં દાળ-ચોખા પણ સામેલ થઈ જતા હોવાથી તે હેલ્થ માટે પણ સારો રહે છે. હાંડવો નામથી એમ થાય કે તેને બનાવવામાં વધુ મહેનત લાગશે પણ એવું નથી. તે જલ્દી તૈયાર થઈ જાય છે અને ખાવાની મજા આવે છે. તમે તેને કેચપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો. દૂધી એક એવુ શાક છે જે દરેક સિઝનમાં મળે છે. દૂધીની તાસિર ઠંડી છે. આથી ઉનાળાની સિઝનમાં દૂધીનું સેવન વધારે કરવું શરીર સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી હોય છે. આ સિવાય પણ તમે તેનું સેવન કોઈ પણ સમયે કરી શકો છો. તો બનાવો મસ્ત ગરમાગરમ ટેસ્ટી હાંડવો.

દૂધીનો હાંડવો

સામગ્રી

-1 નાની દૂધી

-1 ટી સ્પૂન અડદની દાળ

-1 ટી સ્પૂન ચણાની દાળ

-3 ટેબલ સ્પૂન લીલા ધાણા સમારેલા

-3 કપ છાસ

-3 ટી સ્પૂન સોડા બાય કાર્બ

-1 ટી સ્પૂન જીરુ

-1 ટી સ્પૂન રાઈ

-3 થી 4 લીલા મરચાં સમારેલા

-4 થી 5 ટેબલ સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

ગ્રાઈન્ડ કરવા માટે

-1 કપ પીળી મગની દાળ

-1 કપ રાઈસ

રીત

એક મોટા વાસણમાં છાસ લો. તેમાં મીઠું, સોડા અને ગ્રાઈન્ડ કરેલા ચોખા અને મગની દાળને મિક્સ કરીને બરાબર હલાવીને 6-7 કલાક માટે આથો આવવા માટે મૂકી દો. દૂધીને છીણી લો અને તેમાંથી વધારાનુ પાણી કાઢી લો. તેમાં લીલા ધાણા અને લીલા મરચા ઉમેરો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં અડદની દાળ અને ચણાની દાળ ઉમેરો. દાળ જ્યારે તતળી જાય ત્યારે તેમાં ખીરુ મિક્સ કરો. હવે તેને ગ્રીઝ કરેલા મોટા અને ઉંડા વાસણમાં મૂકો. બાકીનો મસાલો ઉપરથી રેડો. હવે આ મિશ્રણને 280 °C પર ગરમ કરેલા ઓવનમાં 10 મિનીટ સુધી રાખો. એ પછી 40 મિનીટ સુધી પકાવો. હવે તેને ટુકડામાં સમારો અને ગરમ ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...