Homeમનોરંજનઅનંત અંબાણીએ જ્યારે ફુગ્ગા...

અનંત અંબાણીએ જ્યારે ફુગ્ગા વેચ્યા હતા

ભારતના સૌથી અમીર પરિવારનો દીકરો બાળપણમાં ફુગ્ગા વેચતો હતો એવું કોઈ કહે તો માન્યામાં ન આવે, પણ હકીકતમાં આવું બન્યું હતું. થોડાં વર્ષો પહેલાં બૉલીવુડના કિંગ શાહરુખ ખાને આ કિસ્સો રિલાયન્સ ગ્રુપની ઇન્ડસ્ટ્રીની એક ઇવેન્ટમાં અનંત અંબાણીને યાદ કરાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ ફરીથી સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે. આ વિડિયોમાં શાહરુખ ખાન અનંતને તેના બાળપણનો કિસ્સો યાદ કરાવતાં કહે છે કે ‘હું એક એવા નાના બાળકની સ્ટોરી જાણું છું જે એક દિવસ મરીન ડ્રાઇવ પર દાદા ધીરુભાઈ અંબાણીજી અને મમ્મી સાથે ફરવા ગયો હતો.

ત્યાં ફુગ્ગા વેચનારા ફરતા હતા એટલે દાદાએ બાળકને ૧૫ રૂપિયાના બલૂન્સ અપાવ્યા હતા. એ વખતે છોકરો ૬ વર્ષનો હતો. બલૂન સાથે હસતાં-રમતાં એ છોકરો ઘરે ગયો અને બલૂન્સની કિંમત જાણતાં એ તેને જરા વધુપડતી લાગી હતી.’

એ પછીની વાત આગળ કહેવા માટે કિંગ ખાન અનંતને રિક્વેસ્ટ કરે છે. અનંત કહે છે, ‘એ પછી હું એક બલૂન્સનું મોટું પૅકેટ ખરીદી લાવ્યો અને હવા તો ફ્રી જ હોય છે એટલે એ બલૂન્સમાં હવા ભરી અને પછી એ વેચવા નીકળી પડ્યો હતો.’ આ સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય છે. કહે છે કે તક શોધતાં આવડવી જોઈએ. તક શોધી શકે તે જ આગળ વધી શકે. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એ કદાચ આનું જ નામ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...