Homeમનોરંજનમુકા કાકા ગુજરાતમાં ફંક્શન...

મુકા કાકા ગુજરાતમાં ફંક્શન કરતા હોય અને આપણા ફાલ્ગુની પાઠક ડાંડિયાની મોજ ના પડાવે એવું તો કેવી રીતે બને

ફાલ્ગુની પાઠકનું મંત્રમુગ્ધ દાંડિયા પરફોર્મન્સ, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં સેલિબ્રિટીઓને મોજ પડાવી દીધી- જુઓ વીડિયો

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલ્યા અને આ સેરેમનીમાં દેશ-વિદેશની મોટી મોટી હસ્તિઓથી લઇને બોલિવુડ અને હોલિવુડ સેલિબ્રિટીઓએ પણ મન મૂકીને મજા માણી.

ત્યારે આ ફંક્શનમાં ફાલ્ગુની પાઠકે તેમના મંત્રમુગ્ધ દાંડિયા પરફોર્મન્સથી ઉજવણીમાં ઉમેરો કર્યો હતો.

સ્ટેજ ગરબાની વાઇબ્રન્ટ એનર્જીથી ઝળહળી ઉઠ્યો હતો અને અંબાણી પરિવાર તથા મર્ચન્ટ પરિવારે ગરબાની મોજ માણી હતી. ફાલ્ગુની પાઠકે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગરબા પરફોર્મન્સની ઝલક પણ શેર કરી છે જેમાં આઇકોનિક ગીત ‘સનેડો સનેડો’ પણ સામેલ છે. વીડિયોમાં સ્ટેજ પર ઘણાને ગરબા રમતા જોઇ શકાય છે અને તેમનો ઉત્સાહ પણ જોવાલાયક છે.

ફાલ્ગુની પાઠકના આ પરફોર્મન્સે અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં પરંપરાગત ઉત્તેજનાનો સ્પર્શ ઉમેર્યો હતો. ફાલ્ગુની પાઠક સાથે પાર્થિવ ગોહિલ પણ સ્ટેજ પર પોતાના અવાજથી અંબાણી પરિવારના મોંઘેરા મહેમાનોને મોજ કરાવતા જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન જુલાઇ મહિનામાં બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થવાના છે. પરંતુ આ પહેલા અંબાણી પરિવાર દ્વારા ગુજરાતના જામનગર ખાતે ત્રણ દિવસીય પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફંક્શની સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન સહિત બોલીવુડની અનેક સેલિબ્રિટીઓ તેમજ દેશ-દુનિયાની જાણિતી હસ્તિઓમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ઇવાંકા ટ્રમ્પ સહિત અનેક હાજર રહ્યા હતા.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...