Homeક્રિકેટઓસ્ટ્રેલિયન ખેલાડીના બેટના સ્ટીકરને...

ઓસ્ટ્રેલિયન ખેલાડીના બેટના સ્ટીકરને લઈને વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 172 રનની કારમો પરાજય આપ્યો હતો. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના બેટ પર લાગેલા સ્ટીકરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાના બેટ પર કાળા કબૂતરનું સ્ટીકર હતું. સ્ટીકરોને લઈને ફરી વિવાદ ઉભો થયો હતી. આ પછી તેને મેચ દરમિયાન તેના બેટમાંથી સ્ટીકર હટાવવાની ફરજ પડી હતી.

બેટમાંથી સ્ટીકર હટાવવું પડ્યું

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન, ખ્વાજાએ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે તેનું બેટ તૂટી ગયું, જેના કારણે તેણે નવું બેટ મંગાવ્યું હતું પરંતુ તે નવા બેટ પર બ્લેક ડવનું સ્ટીકર હતું. આ પછી તેણે બેટમાંથી બ્લેક ડવનનું સ્ટીકર હટાવવું પડ્યું. 36 વર્ષીય ખેલાડીએ તેની બેટિંગ ચાલુ કરતા પહેલા નિયમોનું પાલન કરવાનું હતું અને કબૂતરની તસવીર સાથેનું સ્ટીકર ઉતારવું પડ્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ રાજકીય વિરોધને ટાંકીને પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન કબૂતરનું સ્ટીકર બેટ પર લગાવવાની ખ્વાજાની વિનંતીને ફગાવી દીધા બાદ વિવાદ ઊભો થયો હતો.

ખેલાડીએ બીજી વાર કરી ભૂલ

આ નિર્ણય છતાં, ખ્વાજાએ તેના નેટ સેશન દરમિયાન સ્ટીકરો પહેરીને પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું. જો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલી અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ખ્વાજા પ્રત્યે તેમનું સંપૂર્ણ સમર્થન દર્શાવ્યું હતું અને પોતાની અભિવ્યક્તિના તેમના અધિકારનો સ્વીકાર કર્યો હતો. ખ્વાજાનો જન્મ ઈસ્લામાબાદમાં થયો હતો અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો સતત વિરોધ કરી રહ્યો છે. તેણે અગાઉ પાકિસ્તાન સામેની સીરિઝની શરૂઆતની મેચમાં કાળી પટ્ટી પહેરવા બદલ ICCની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પણ આ મુદ્દો ખૂબ જ ગરમાયો હતો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...