Homeરસોઈસ્વાદિષ્ટ પનીર પરાઠાથી કરો...

સ્વાદિષ્ટ પનીર પરાઠાથી કરો દિવસની શરૂઆત, જાણો બનાવવાની એકદમ સરળ રીત

વીકેન્ડ પર ઘણીવાર બાળકો અને મોટી ઉંમરના લોકો કંઈક સ્પેશિયલ વાનગી ખાવાની ડિમાન્ડ કરે છે. પરંતુ જો તમે અગાઉથી કંઈ તૈયારી નથી કરી તો તમે ફટાફટ પાલક પનીરના પરાઠા તૈયાર કરી શકો છો. તેને બનાવવામાં થોડી મહેનત તો લાગશે, પરંતુ સ્વાદની સાથે જ આ પરાઠા હેલ્થ માટે પણ ફાયદાકારક છે. બાળક પનીરના સ્વાદની સાથે પાલકને પણ ખુશી-ખુશી ખાઈ લેશે.

તો ચાલો જાણીએ પાલક પનીર પરાઠા બનાવવાની રીત.

પાલક પનીર પરાઠા બનાવવા માટેની સામગ્રી

પાલક- 1 ગુચ્છા
ઘઉનો લોટ- 2 કપ
મીઠું- 1 ચમચી
તેલ- 1 ચમચી
પનીર- 200 ગ્રામ
સમારેલી ડુંગળી- 1
સમારેલા લીલા મરચાં- 2-3
ચાટ મસાલો- 1 ચમચી
ગરમ મસાલો- 1 ચમચી
ધાણાજીરું પાવડર- 1 ચમચી
મોઝરેલો ચીઝ- 1/2 કપ
સમારેલા કોથમીર
પાણી
ઘઉનો લોટ- 4 ચમચી

બનાવવાની રીત

  • પાલક પનીર બનાવવા માટે પાલકનો ગુચ્છો લો, તેને ધોઈ લો અને દાંડી કાઢી લો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરો અને ઉકળતા પાણીમાં પાલક ઉમેરો અને 2 મિનિટ માટે ઉકાળો.
  • પછી ગેસ બંધ કરો અને પાલકને ચાળણીમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો. હવે એક પ્લેટ લો, તેમાં 2 કપ ઘઉંનો લોટ, 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  • હવે તેમાં પાણી ઉમેરો અને નરમ કણક તૈયાર કરી લો. પાલકને તપાસો, તેને સારી રીતે નિચોવો અને પાણી કાઢી લો. પાલકને ગ્રાઈન્ડીંગ જારમાં ઉમેરો અને દરદરી પેસ્ટ બનાવી લો.
  • 200 ગ્રામ પનીર લો અને તેને બાઉલમાં છીણી લો. પનીરના બાઉલમાં પાલક, સમારેલી ડુંગળી અને 2-3 લીલા મરચા સમારેલા ઉમેરો.
  • ત્યારબાદ તેમાં 1 ચમચી ચાટ મસાલો, 1/4 ચમચી ગરમ મસાલો, ધાણાજીરું પાવડર, 1/2 કપ મોઝરેલા ચીઝ અને સમારેલી કોથમીર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  • હવે એક બાઉલ લો. તેમાં 4 ચમચી ઘઉનો લોટ અને થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. કણકનો એક ભાગ લો, તેને લોટથી લપેટી લો અને પાતળા પરોઠા બનાવીને વણી લો.
  • પરાઠામાં તૈયાર કરેલા 2 ચમચી સ્ટફિંગ મૂકો અને તેને ચોરસ આકાર આપો. પરાઠાની એક બાજુ પલટાવીને તૈયાર કરેલી પેસ્ટ લગાવો. બીજુ બાજુ પલટાવો અને પરાઠા બંધ કરો.
  • બાકીની બે બાજુઓ ફોલ્ડ કરો અને પેસ્ટ લગાવો અને એક ચોરસ પરાઠા તૈયાર કરો. તૈયાર કરેલા પરાઠાને મીડિયમ ફ્લેમ પર તવા પર મૂકો અને થોડી સેક્ન્ડ પછી ફેરવો અને તેના પર ઘી લગાવો.
  • થોડીક સેકન્ડ પછી પરાઠાને ફરીથી પલટાવી, ઘી લગાવી બંને બાજુથી સારી રીતે પકાવો. પરાઠા સોનેરી થઈ જાય પછી તેને પ્લેટમાં કાઢી લો. હવે તમારા પાલક પનીર પરાઠા બનીને તૈયાર છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...