Homeરસોઈશિયાળામાં કાળા તલનું સેવન...

શિયાળામાં કાળા તલનું સેવન કરવાથી મળશે 5 ફાયદા,સ્કીન-વાળ રહેશે હેલ્ધી

  • કબજિયાતની તકલીફને કરશે દૂર
  • બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં પણ રહેશે લાભદાયી
  • હાડકાંને મજબૂત કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

શિયાળાની સીઝન હવે શરૂ થઈ ચૂકી છે. ગુલાબી ઠંડી બાદ હવે ઠંડીનો ચમકારો અનુભવાય છે. આ સમયે એવી અનેક ચીજો છે જેનું શિયાળામાં સેવન કરી લેવાથી શરીરને અનેક બીમારીઓમાં લાભ મળે છે અને સાથે જ સ્કીન અને વાળને પણ ફાયદો થાય છે.

શિયાળામાં કરાતું ગુંદર, કાળા તલ, સફેદ તલ અને ખજૂરનું સેવન તથા સૂંઠ અને ગંઠોડાનું સેવન અનેક રીતે ફાયદારૂપ માનવામાં આવે છે. તો આજે જાણીએ શિયાળામાં કાળા તલનું સેવન કઈ રીતે લાભદાયી રહે છે અને તેનાથી કઈ સમસ્યામાં રાહત મળી શકે છે.

વાળને સફેદ થતા અટકાવશે

જો તમે રોજ કાળા તલ ખાઓ છો તો તમને વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. અકાળે સફેદ વાળને ટાળવા માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

કબજિયાતની તકલીફને કરશે દૂર

જો તમને પેટ સંબંધિત સમસ્યા હોય અથવા કબજિયાતની સમસ્યા હોય તો તમારે કાળા તલનું સેવન કરવું જોઈએ.

પેટની તકલીફોને કરશે દૂર

તે પેટમાંથી કૃમિ દૂર કરવામાં અને પાચન સુધારવામાં ખૂબ જ મદદરૂપ છે. તેનાથી તમારું પેટ સાફ રહેશે અને વારંવાર પેટ ખરાબ થવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

બીપીને રાખશે કંટ્રોલમાં

બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. કાળા તલમાં મેગ્નેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે.

હાડકાંની મજબૂતી માટે લાભદાયી

હાડકાંને મજબૂત કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કાળા તલમાં કેલ્શિયમ અને ઝિંક મળી આવે છે જે શરીરને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...