Homeરસોઈએક જ જેવા રાજમા...

એક જ જેવા રાજમા બનાવીને બોર થઈ ગયા હોય તો ટ્રાય કરો સ્વાદિષ્ટ રાજમા પનીર

રાજમા પનીરનું શાક લંચ અથવા ડિનર કોઈપણ સમય માટે એક પરફેક્ટ ફૂડ રેસિપી છે. રાજમા પનીર માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, પરંતુ આ શાક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. પનીરમાં પ્રોટીન ભરપૂર હોય છે, તો રાજમામાં પણ ઘણા પોષક તત્વો હોય છે. આવી સ્થિતિમાં આ બંનેના મિશ્રણથી તૈયાર કરાયેલ શાક સ્વાદ અને પોષણથી ભરપૂર હોય છે. જો તમે ડિનરમાં દરરોજ બનતા શાકને ખાઈને કંટાળી ગયા છો અને કોઈ નવી વાનગી ટ્રાય કરવા માંગો છો તો તમે રાજમા પનીર બનાવી શકો છો.

તેનો સ્વાદ તમને એકદમ લાજવાબ લાગશે. તો તેને બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે, તો ફટાફટ બનાવી લો રાજમા પનીરનું શાક..

રાજમા પનીર

રાજમા 100 ગ્રામ
પનીર 200 ગ્રામ
2-3 ડુંગળીની પેસ્ટ
લાલ મરચું પાવડર 2 ચમચી
હળદર 1 ચમચી
ધાણા પાવડર 2 ચમચી
જીરું 1 ચમચી
ગરમ મસાલો 1/2 ચમચી
2 તમાલપત્ર
એક ઈંચ તજનો ટુકડો
1 ચમચી આદુ લસણની પેસ્ટ
2 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું

બનાવવાની રીત
સૌથી પહેલા રાજમાને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે જ્યારે તે ફુલાઈ જાય ત્યારે તેને કુકરમાં પાણી ઉમેરીને બાફી લો. રાજમાને બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખો, જેથી તે ઝડપથી ચડી જાય.

4થી 5 સીટો વાગે પછી ગેસ બંધ કરી દો. પનીરના પણ નાના ચોરસ ટુકડા કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં પનીરના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. જ્યારે પનીરની કિનારીઓ સોનેરી કલરની થઈ જાય ત્યારે આ પનીરના ટુકડાને તેલમાંથી બહાર કાઢીને બાજુ પર રાખો.

હવે પેનમાં બાકી રહેલા તેલમાં જીરું નાખો. જીરું તતડવા લાગે, ત્યારે તજ અને તમાલપત્ર પણ ઉમેરો. જ્યારે જીરું ફુટે ત્યારે ડુંગળીની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર પછી, તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને થોડીવાર પકાવો.

થોડીવાર પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર નાખીને સાંતળો. સારી રીતે ફ્રાય ક્યા પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખીને હલાવો. જ્યારે ગ્રેવી તેલ છોડવા લાગે ત્યારે તેમાં બાફેલા રાજમા ઉમેરો અને મિક્સ કરો.

ગ્રેવી કેટલી જાડી બનાવવી છે, તે પ્રમાણે તમે પાણી અને મીઠું ઉમેરો. છેલ્લે ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરીને ગેસ ધીમો કરીને તેને 8-10 મિનિટ માટે રાંધવા દો. છેલ્લે ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિંસ કરીને સર્વ કરો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...