Homeક્રિકેટટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં...

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું નામ જય શાહે જાહેર કર્યું

આગામી ટી-20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી રહ્યું છે. જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે.

જેના માટે ભારતીય ટીમના કેપ્ટન અંગે BCCI ના સેક્રેટરી જય શાહે પહેલી વખત પ્રતિક્રિયા આપતાં કેપ્ટનનું નામ જણાવ્યું છે.

લાંબા સમયથી ભારતીય ક્રિકેટ રસિકો માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સુકાનીપદ માટે દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે આ વાતનો ખુલાસો કર્યો છે. એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જય શાહે સ્પષ્ટ કર્યું છે કે આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં રહેશે. તેમજ હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન રહેશે.

રાજકોટ કાર્યક્રમમાં આપ્યું નિવેદન

હાલમાં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આના એક દિવસ પહેલા, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ક્રિકેટ સ્ટેડિયમનું નામ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ પ્લેયર અને સિનિયર એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારની વાત કરી. ટી-20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટનના નામની પણ જાહેરાત કરી છે.

તેમજ જય શાહે કહ્યું, બધા મારા નિવેદનની રાહ જોઈ રહ્યા હતા કે હું શા માટે વર્લ્ડ કપ વિશે કંઈ બોલતો નથી. હું તમને બધાને કહેવા માંગુ છું કે 2023માં અમદાવાદમાં સતત 10 મેચ જીત્યા પછી ભલે અમે વર્લ્ડકપ જીત્યા ન હતા, પરંતુ અમે દિલ જીતી લીધા છે. પરંતુ હું તમને વચન આપવા માંગુ છું કે રોહિત શર્માની કપ્તાની હેઠળ અમે 2024માં બાર્બાડોસમાં ભારતીય ધ્વજ ચોક્કસપણે લગાવીશું.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...