Homeક્રિકેટરાજકોટમાં આવતીકાલની ટેસ્ટ મેચને...

રાજકોટમાં આવતીકાલની ટેસ્ટ મેચને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારતની ટીમના ખેલાડીઓ રાજકોટ ખાતે પહોંચી ગયા છે. ભારતીય ખેલાડીઓ રાજકોટમાં આવ્યાં હોય જેને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. એવામાં બંને ટીમ એક એક ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. ત્યારે આ સીઝનની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે.

પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. જેને લઇને રાજકોટમાં આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટમાં યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ખંઢેરી સ્ટેડિયમ ખાતે 242 પોલીસ જવાનો તૈનાત રહેશે. જ્યારે 3 DYSP, 3 PI, 4 PSI, 24 પોલીસ જવાનો, 84 મહિલા પોલીસ , 38 ટ્રાફિક પોલીસ, 33 TRB જવાનો તૈનાત રહેશે. તે સિવાય રાજકોટ સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં VVTV સર્વેલન્સ ટીમ દ્વારા મોનિટરીંગ પણ કરવામાં આવશે.

11 ફેબ્રુઆરીએ ભારતીય ખેલાડીઓ રાજકોટ પહોંચ્યા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાવાની છે. આવતીકાલે 15 ફેબ્રુઆરીથી આ ટેસ્ટ મેચ શરૂ થવાની છે જેને લઈને 11 તારીખે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રાજકોટ ખાતે પહોંચ્યી ગયાં છે. મોડી સાંજે ખેલાડીઓ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં અને ત્યારબાદ તેઓ મોટર માર્ગે શહેરની હોટલ ખાતે આવી પહોંચ્યા હતાં.

રાજકોટના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારતીય ખેલાડીઓ રાજકોટમાં આવ્યા હોય જેને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હોટલની બહાર પ્લેયર્સને જોવા માટે ઉમટી પડ્યા હતા.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...