Homeક્રિકેટપ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે સાઉથ...

પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 281 રનથી હરાવ્યું, શ્રોણીમાં 1-0ની સરસાઈ મેળવી

પેસ બોલર જેમિસન અને સ્પિનર સાન્તેનરે સંયુક્ત રીતે સાત વિકેટ ઝડપતા ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 281 રનથી હરાવીને બે ટેસ્ટની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતા.

બીજી ટેસ્ટ 13મી ફેબ્રુઆરીથી રમાશે. સુકાની ટિમ સાઉથીએ ચાર વિકેટે 179 રનના સ્કોરે બીજો દાવ ડિકલેર કરીને પ્રવાસી ટીમને 529 રનનો કપરો લક્ષ્‍યાંક આપ્યો હતો જેની સામે યુવા ખેલાડીઓ સાથે ટેસ્ટ રમી રહેલી આફ્રિકન ટીમનો બીજો દાવ 247 રનના સ્કોરે સમેટાઈ ગયો હતો. રચિન રવીન્દ્રને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કપરા ટાર્ગેટને ચેઝ કરનાર આફ્રિકન ટીમે પ્રારંભિક ચાર ઓવરમાં જ ઓપનર નીલ બ્રાન્ડ (3) તથા એડવર્ડ મોરે (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. ઝૂબેર હમઝા (36) તથા રેનાર્ડ વાન ટોન્ડરે (31) 100 મિનિટ કરતાં વધારે સમય સુધી બેટિંગ કરીને આફ્રિકન ટીમને નુકસાન પહોંચાડયા વિના લંચ સુધી પહોંચાડી હતી. ડેવિડ બેડિંગહામે 96 બોલમાં કારકિર્દીની સર્વશ્રોષ્ઠ 87 રનની ઇનિંગ રમીને ટીમના સંઘર્ષને આગળ વધાર્યો હતો. તેણે કીગન પીટરસન (16) સાથે પાંચમી વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. પિચ ઉપર બંનેની હાજરીને જોતાં મેચ પાંચમા દિવસ સુધી ખેંચાશે તેમ લાગતું હતું પરંતુ જેમિસને બેડિંગહામને આઉટ કરીને મેચ ધીમે ધીમે ન્યૂઝીલેન્ડની તરફેણમાં કરી લીધી હતી. જેમિસને 58 રનમાં ચાર તથા સાન્તેનરે 59 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...