Homeક્રિકેટક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની...

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, મોટી ગરોળીએ અટકાવી મેચ

ક્રિકેટના મેદાન પર ઘણીવાર સાપ, હાથી અને કૂતરા જેવા ઘણા પ્રાણીઓ જોવા મળ્યા છે. પણ ક્યારેય ગરોળીને કારણે મેચ નથી અટકી. ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે. કોલંબોમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ગરોળીને કારણે ક્રિકેટ મેચમાં વિચિત્ર ઘટના બની છે.

શ્રીલંકાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે ક્યાંકથી એક મોટી ગરોળી એટલે કે મોનિટર લિઝાર્ડ મેદાન પર આવી.

પછી થયું એવું કે એ ગરોળીના કારણે મેચ ખોરવાઈ ગઈ. પ્રાણીઓ માટે શ્રીલંકામાં ક્રિકેટ મેચોને અસર કરવી એ નવી વાત નથી. પરંતુ, રસપ્રદ વાત એ છે કે ગરોળીના કારણે આવું પહેલીવાર બન્યું છે.

જ્યારે મોનિટર લિઝાર્ડના કારણે મેચ બંધ કરવામાં આવી ત્યારે શ્રીલંકાની પ્રથમ ઇનિંગની 48મી ઓવર ચાલી રહી હતી. તેણે 3 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા અને આ સાથે તેણે પ્રથમ દાવમાં અફઘાનિસ્તાન પર 17 રનની લીડ મેળવી લીધી હતી. અફઘાનિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 198 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુસ 43 રન અને દિનેશ ચાંદીમલ 31 રન સાથે રમી રહ્યા હતા.

જ્યારે મોનિટર લિઝાર્ડની ઘટના પછી રમત ફરી શરૂ થઈ, ત્યારે શ્રીલંકાએ અફઘાનિસ્તાન પર તેની લીડ વધારવાનું શરૂ કર્યું. દિનેશ ચાંદીમલ અને એન્જેલો મેથ્યુઝ વચ્ચે સદીની ભાગીદારી થઈ છે અને બંનેએ પ્રથમ દાવમાં વિકેટ પર પોતાના પગ સારી રીતે સ્થાપિત કર્યા છે. મતલબ કે કોલંબોમાં રમાઈ રહેલી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શ્રીલંકા ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...