Homeક્રિકેટIND vs ENG: ભારતનો...

IND vs ENG: ભારતનો ટોપ ઓર્ડર ફલોપ, યશસ્વી જયસ્વાલે સંભાળી ઈનિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટે 336 રન છે.

વિશાખાપટ્ટનમ ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલના નામે રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 17 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

યશસ્વી જ્યસ્વાલની શાનદાર ઈનિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા. પરંતુ એક છેડેથી યશસ્વી જયસ્વાલે ઈનિંગને સંભાળી રાખી હતી. ભારતીય ટીમને પહેલો ફટકો 40 રનના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શુભમન ગિલ 34 રન બનાવી જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે 27 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરને ટોમ હાર્ટલીએ આઉટ કર્યો હતો. રજત પાટીદાર 32 રન બનાવીને રેહાન અહેમદના હાથે બોલ્ડ થયો હતો.

ભારતનું ટોપ ઓર્ડર નિષ્ફળ

વાસ્તવમાં, ભારતીય બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઓલરાઉન્ડરને શોએબ બસીરે આઉટ કર્યો હતો.ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત 17 રન બનાવીને રેહાન અહેમદના બોલ પર આઉટ થયો હતો.

જ્યારે ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો આજે શોએબ બશીર અને રેહાન અહેમદને 2-2 સફળતા મળી છે. આ સિવાય જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 1-1 વિકેટ લીધી હતી. જોકે પ્રથમ દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ અને રવિ અશ્વિન અણનમ પરત ફર્યા હતા. ભારતીય ટીમ બીજા દિવસે 6 વિકેટે 336 રનથી રમવાનું શરૂ કરશે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...