Homeક્રિકેટહૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે...

હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની હાર પાછળ આ 5 કારણો છે જવાબદાર

હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને 190 રનની લીડ પણ મેળવી લીધી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયાને મેચના ચોથા દિવસે 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સવાલ એ છે કે ઘરની ધરતી પર આટલો સારો રેકોર્ડ હોવા છતાં ટીમ ઈન્ડિયા આ મેચ કેમ હારી? ટીમ ઈન્ડિયાની ક્યાં ભૂલ થઈ, અને આ હાર માટે કોણ જવાબદાર છે? જાણો આ સવાલોના જવાબ.
યુવા ઈંગ્લિશ ખેલાડીઓનું લડાયક પ્રદર્શન: જેની ભારતમાં સફળતા અંગે શંકા હતી, તે ‘બેઝબોલ’ ક્રિકેટના દમ પર ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટમાં હરાવ્યું હતું. હૈદરાબાદમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને પોતાની જ રમતમાં ફસાવીને 30 રનથી જીત મેળવીને શ્રેણીની શાનદાર શરૂઆત કરી હતી. ઓલી પોપની 196 રનની શાનદાર ઈનિંગ બાદ ઈંગ્લેન્ડના યુવા સ્પિનર ​​ટોપ હાર્ટલીએ ભારતીય ટોપ ઓર્ડરનો નાશ કરીને ઈંગ્લેન્ડને શાનદાર જીત અપાવી હતી.

પ્રથમ દાવમાં મોટો સ્કોર કરવાની તક ગુમાવી: ભારતીય ટીમ પાસે ત્રણ દિવસમાં મેચ જીતવાની તક હતી પરંતુ તેમ થયું નહીં. ઈંગ્લેન્ડને 246 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરી હતી પરંતુ કોઈ બેટ્સમેન ઓલી પોપ જેવી મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. યશસ્વી, કેએલ રાહુલ અને જાડેજા 80 થી 90 રનની વચ્ચે આઉટ થયા હતા. જો ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં જ 550 કે 600 રન બનાવ્યા હોત તો કદાચ બીજી ઈનિંગની જરૂર જ ન પડી હોત.

ટીમ ઈન્ડિયાની ખરાબ ફિલ્ડિંગ: ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયા દરેક ઓવર અને દરેક સેશન સાથે હારતી જણાઈ રહી હતી. ટીમની બોડી લેંગ્વેજ પણ નેગેટિવ થઈ ગઈ અને તેની અસર ફિલ્ડિંગ પર જોવા મળી. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને કેટલાક પ્રસંગોએ મિસફિલ્ડિંગ કર્યું હતું પરંતુ સૌથી વધુ નુકસાન અક્ષર પટેલ દ્વારા થયું હતું, જેણે ઓલી પોપનો આસાન કેચ છોડ્યો હતો. તે સમયે પોપ 110 રન પર હતો. તે અંતે 196 રન બનાવીને આઉટ થયો હતો.

રોહિત-ગિલ-અય્યરનો ફ્લોપ શો: ટીમ ઈન્ડિયાના ટોપ અને મિડલ ઓર્ડરમાં ત્રણ બેટ્સમેનો ખૂબ જ નિરાશાજનક રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા સતત બંને ઈનિંગમાં પોતાની સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો. પ્રથમ દાવમાં તેણે 24 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તે 39 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે વધુ નિરાશ કર્યા હતા. ગિલ પ્રથમ દાવમાં 23 અને બીજા દાવમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પણ સ્પિનરો સામે નિષ્ફળ રહ્યો હતો. પ્રથમ ઈનિંગમાં 35 રન બનાવ્યા બાદ બીજી ઇનિંગમાં તે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. તે બંને ઈનિંગમાં સ્પિનર સામે આઉટ થયો હતો.

રોહિતની કપ્તાની: રોહિત શર્માએ ટૂંકા ફોર્મેટમાં તેની કેપ્ટનશિપ સાબિત કરી છે, પરંતુ ટેસ્ટમાં તેના નેતૃત્વ પર સવાલો ઉભા થયા છે અને અહીં પણ સ્થિતિ એવી જ હતી. બીજી ઈનિંગમાં જ્યારે ઓલી પોપ સહિતના ઈંગ્લિશ બેટ્સમેનો ટીમ ઈન્ડિયાને પછાડી રહ્યા હતા ત્યારે ભારતીય કેપ્ટન પણ કંઈ અલગ કરી શક્યો ન હતો. ન તો આક્રમક ફિલ્ડ સેટિંગ દેખાયું કે ન તો તે ખેલાડીઓનું મનોબળ વધારતું દેખાયું. આવી સ્થિતિમાં તેનું નેતૃત્વ ફરી એકવાર પ્રશ્નના ઘેરામાં આવ્યું છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...