Homeમનોરંજનમિત્રના પુત્રનું અવસાન થતા...

મિત્રના પુત્રનું અવસાન થતા પરિવારને સાંત્વના આપવા અભિનેતા આમિર ખાન ભુજ આવ્યા

-ધનાભાઈના પુત્રનું અવસાન થયું
-ગામના મહાવીર ચાડનું અવસાન થયું
-રિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન કચ્છ આવ્યા

અભિનેતા આમિર ખાન રવિવારે ચાર્ટર્ડ પ્લેન મારફતે ભૂજ આવ્યા હતા. ભુજ તાલુકાના કોટાય ગામમાં આમિર ખાનના મિત્રના પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન કચ્છ આવ્યા હતા.

ભુજ એરપોર્ટ પર મુલાકાતમાં આમિર ખાને જણાવ્યું કે, તે સાઉથ ભારતમાં હતો ત્યારે સમાચાર મળ્યા હતા કે, ધનાભાઈના પુત્રનું અવસાન થયું છે.

પરિણામે આજે રવિવારે પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી દુઃખમાં સહભાગી થવા આવ્યો છું.બનાસકાંઠાના ભીલડી નજીક ગત 18 જાન્યુઆરીએ માર્ગ અકસ્માતમાં કોટાય ગામના મહાવીર ચાડનું અવસાન થયું હતું. જેથી પરિવારને સાંત્વના આપવા તે ચાર્ટડ પ્લેનથી ભુજ પહોંચ્યા હતા. ગાડી મારફતે કોટાય ગામમાં ગયા હતા.2001માં રિલીઝ થયેલી આમિરખાનની સુપરહીટ ફિલ્મ લગાનનું મોટા ભાગનું શુટીંગ કચ્છમાં થયું હતુ.

શુટીંગ દરમ્યાન કચ્છમાં અનેક લોકો સાથે મિત્રતા થઈ હતી. હતભાગી મહાવીરના પિતા ધનજીભાઇ ચાડે ફિલ્મ લગાનના શુટીંગ દરમિયાન અનેક જવાબદારી નિભાવી હતી અને ત્યારથી આમિરખાન સાથે પારિવારીક સંબંધ જેવો નાતો બંધાઇ ગયો હતો. ત્યારે આજે સવા બે દાયકા જૂના પારિવારિક સંબંધને અભિનેતાએ આજેય યાદ રાખી ધનજીભાઇ ચાડના પરિવારને દિલાસો આપવા ભુજ આવ્યા હતા

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...