Homeમનોરંજન એનિમલ ફિલ્મને લઈ ટી-સીરીઝ...

 એનિમલ ફિલ્મને લઈ ટી-સીરીઝ અને નેટફ્લિક્સ વિરુદ્ધ કોર્ટે જાહેર કર્યું સમન્સ, જાણો શું છે મામલો

રણવીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ત્યારથી ઓટીટી રિલીઝ સુધી સતત વિવાદોમાં ઘેરાયેલી છે. એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝ પર હવે દિલ્હી હાઇકોર્ટે મેકર્સને સમન્સ ફટકાર્યું છે. કોર્ટે ટી સીરીઝ અને નેટફ્લિક્સ વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે. મામલો એવો છે કે ફિલ્મના પ્રોડ્યુસરમાંથી જ એક સિને 1 સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનિમલના મેકર્સ વિરુધ્ધ મામલો નોંધાવવામાં આવ્યો છે.

ઓટીટી પર એનિમલ ફિલ્મની રિલીઝ રોકવાના મામલે હવે કોર્ટે મેકર્સ પાસેથી જવાબ માંગ્યો છે.

એનિમલ ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટ એનિમલના મેકર્સ વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે અને આદેશ આપ્યો છે કે તેઓ લેખિતમાં પોતાનું નિવેદન કોર્ટને નોંધાવે. સાથે જ કોર્ટે તેમને કેટલાક એફિડેવિટ પણ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ફિલ્મ મેકર્સને પોતાનું નિવેદન લેખિતમાં જમા કરાવવા માટે પંદર દિવસનો સમય આપ્યો છે.

શું છે એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝનો વિવાદ

એનિમલ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવાની લઈને સિને 1 સ્ટુડિયોએ કેસ ફાઈલ કર્યો છે. તેમને એવો દાવો કર્યો છે કે તેમના પ્રોડક્શન હાઉસ અને ટી સીરીઝ વચ્ચે ફિલ્મના પ્રોફિટને લઈને સહમતિ થઈ હતી. ફિલ્મના પ્રોફિટમાંથી તેમને 35% પ્રોફિટ આપવાની વાત થઈ હતી પરંતુ ટી સીરીઝે બધી જ કમાણી પોતાની પાસે રાખી લીધી છે અને આ અંગે કોઈ જાણકારી પણ આપી નથી.

કોર્ટમાં ટી સીરીઝ તરફથી કેસ લડી રહેલા વકીલનું કહેવું છે કે એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝ અને એનિમલ ફિલ્મની કમાણી ઉપર કોઈ ક્લેમ કરી શકતું નથી. કારણ કે સીને 1 સ્ટુડિયો એ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. ફિલ્મ ચાલી રહી હતી તે દરમિયાન વચ્ચેથી જ તેમણે પોતાના બધા જ અધિકાર છોડી દીધા હતા. તેના માટે તેઓ પહેલાથી જ 2.6 કરોડ રૂપિયા લઈ ચૂક્યા છે. આ વાત તેમણે કોર્ટને જણાવી નથી.

એનિમલ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન

1 ડિસેમ્બર 2023 ના રોજ રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થયાની સાથે જ રેકોર્ડ બ્રેક કમાણી કરવાની શરૂઆત કરી દીધી અને ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વર્લ્ડવાઈડ 913 કરોડ અને ભારતમાં 553 કરોડ સુધી પહોંચી ગયું.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...