Homeધાર્મિકપ્રાણ પ્રતિષ્ઠા પુર્વે રામમય...

પ્રાણ પ્રતિષ્ઠા પુર્વે રામમય થતુ ગુજરાત: શ્રદ્ધાની હેલી

શુભમુર્હુતે ગુજરાતના દરેક શ્વાસમાં રામ-રામના જપ હશે: 1.25 કરોડ ઘરોમાં પહોંચ્યા આમંત્રણ: સૌ પરોક્ષ સામેલ થશે

► પ્રથમ વખત સ્વયંભુ બંધ રહેશે વ્યાપાર-ઉદ્યોગ: મહાનગરોથી ગ્રામીણ ક્ષેત્રોમાં રામ-શણગાર: અભૂતપૂર્વ દ્રશ્યો

► રાજયમાં મંદિરોથી સોસાયટી અને ઘરોમાં સોમવારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા અનોખો ઉત્સાહ

રાજકોટ: આગામી સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્વે દેશભરની સાથે ગુજરાતમાં પણ વાતાવરણ રામ-મય બનવા લાગ્યુ છે સોમવારે રાજયભરમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમાંતર મંદિરોથી લઈને સોસાયટીઓ તથા ધાર્મિક સ્થળોએ ભગવાન શ્રી રામના સ્વગૃહ બિરાજમાન ઉત્સવ મનાવાશે.

રાજયમાં સોમવારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં અડધો દિવસની રજા જાહેર થઈ છે તો રાજયભરના માર્કેટયાર્ડ, ઔદ્યોગીક ક્ષેત્રો, બજારો તથા વ્યાપાર ધંધાના સર્વે ક્ષેત્રમાં રામલલા મહોત્સવ માટે લોકો સામેલ થઈ શકે તે માટે રજા જાહેર થઈ છે અને રાજયના 1.25 કરોડ પરિવારોના નિવાસે રામમંદિર પ્રાણ મહોત્સવમાં પરોક્ષ રીતે સામેલ થવા માટે આમંત્રણ મોકલી દેવાયા છે.

તો રાજયના 305 સાધુ-સંતો-મહંતોને પાઠવાયેલા આમંત્રણ બાદ તેઓ આજે અયોધ્યા પહોંચી ગયા છે. સાથે 2001માં જે રીતે અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ આવતી સાબરમતી ટ્રેનની બોગીમાં ગોધરા રેલવે સ્ટેશને હુમલો કરીને આગ લગાડાઈ તે ઘટનામાં માર્યા ગયેલા કાર સેવકોના પરિવારના 18 લોકોને પણ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ અપાયા છે અને તેઓ પણ પહોંચી ગયા છે.

રામમંદિર નિર્માણમાં સહયોગ આપનાર અનેકને પણ આમંત્રણ છે પણ કોઈ રાજયના કોઈ રાજકીય નેતાને આમંત્રણ અપાયા નથી. ગુજરાતમાંથી મંદિર નિર્માણ માટે રૂા.225 કરોડનો ફાળો અપાયો છે. જેમાં સૌથી વધુ રકમ સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકીયા તરફથી રૂા.11 કરોડ અપાયા છે. જેઓએ રૂા.25 લાખ કે તેથી ઉપરની રકમ મંદિર નિર્માણમાં દાનમાં આપી છે તેઓને આ મહોત્સવમાં સામેલ થવા આમંત્રણ અપાયા છે.

સોમવાર સવારથી જ રાજયભરના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગ ચડવા લાગશે તમામ મહત્વના મંદિરોને સ્વચ્છ કરીને શણગાર કરાયા છે અને શાળા-કોલેજોમાં પણ રજા છે તથા માર્ગો પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ડીજીટલ સહિતના હોર્ડીંગ્સ પણ મુકાયા છે. ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્‍મણના વેશભૂષામાં બાળકો મંદિરોમાં આ આયોજનમાં સામેલ થશે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...