Homeમનોરંજનરોબોટના રોલમાં ક્રિતિએ રોમાન્સ...

રોબોટના રોલમાં ક્રિતિએ રોમાન્સ કર્યો, પણ મજા કેમ ન આવી?

ક્રિતિ સેનન અને શાહિદ કપૂરની ‘તેરી બાતો મૈં ઐસા ઉલઝા જિયા’ આગામી મહિને રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મમાં ક્રિતિએ રોબોટનો રોલ કર્યો છે અને શાહિદ કપૂર એક રોબોટના પ્રેમમાં પડે છે. રોબોટ અને માણસની આ અનોખી લવ સ્ટોરીમાં ક્રિતિએ રોમાન્સ જરૂર કર્યો છે, પરંતુ તેને ખાસ મજા આવી નથી.

ક્રિતિએ આ અંગે જણાવ્યું હતું કે, સામાન્ય માણસ દરેક પ્રકારના એક્સપ્રેશન આપી શકે છે, પરંતુ હું આપી શકી ન હતી. કારણ કે ફિલ્મમાં હું રોબોટ છું. હવે હું દરેક એક્સપ્રેશન આપી શકું, તેવી ફિલ્મ કરવાની મારી ઈચ્છા છે. શાહિદ કપૂરે ફિલ્મમાં ક્રિતિ સાથે રોમાન્સ અંગે વાત કરતાં કહ્યું હતું કે, શૂટિંગમાં બે શોટ્સ દરમિયાન જ ક્રિતિ તેમની વાત સાંભળતી હતી. બાકીનો સમય ક્રિતિ તો મસ્તી કરતી હતી.

ક્રિતિ અને શાહિદે મશીન-માણસની અનોખી લવસ્ટોરીમાં તમામ પ્રકારના ઈમોશન્સ અને એન્ટરટેઈનમેન્ટ મળવાની ખાતરી આપી હતી. ક્રિતિએ ટ્રેલર લોન્ચ સમયે જણાવ્યું હતું કે, આઠ વર્ષ અગાઉ પણ શાહિદ અને તે સાથે કામ કરવાના હતા. જો કે આ પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં. ‘તેરી બાતો મૈં ઐસા ઉલઝા જિયા’ ટાઈટલ લોકપ્રિય હિન્દી ગીત પરથી રાખવામાં આવ્યું છે. 9મી ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ જ ટાઈટલ જાહેર થયું હતું. આ ફિલ્મને ટાઈટલ વગર શૂટ કરવામાં આવી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...