Homeક્રિકેટWWE સ્ટાઈલમાં આઝમ ખાન...

WWE સ્ટાઈલમાં આઝમ ખાન ઉપર કૂદ્યો બાબર આઝમ

પાકિસ્તાનની ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ ચાલી રહી છે. આઝમ ખાનને ફરી એક ટીમમાં સ્થાન મળ્યું છે. જો કે હજુ સુધી તેનો જાદુ મેદાનમાં જોવા મળ્યો નથી.

પ્રથમ મેચમાં તે 10 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે બીજી મેચમાં તેના બેટમાંથી માત્ર બે રન આવ્યા હતા. જેના કારણે તેની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનને પ્રથમ બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

બાબર આઝમનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર આઝમ ખાન વિરુદ્ધની તીવ્ર પ્રતિક્રિયાઓ વચ્ચે તેમનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આઝમ ખાન અને બાબર આઝમ એકસાથે વિકેટની ઉજવણી કરતા જોવા મળે છે. રસપ્રદ વાત એ હતી કે જ્યારે બાબર આઝમની નજીક ગયો તો તેણે લાંબી કૂદકો મારીને તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન આઝમે પણ કૂદવાની કોશિશ કરી, પરંતુ તેના ભારે વજનને કારણે તે ખૂબ ઊંચો કૂદી શક્યો નહીં. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આઝમ ખાનનું વજન લગભગ એક ક્વિન્ટલ છે. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર દરરોજ ટ્રોલ થવું પડે છે.

ન્યુઝીલેન્ડમાં બાબર હિટ, આઝમ ફલોપ

જો બે મેચ બાદ બંને ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો અહીં બાબર આઝમ સારી બેટિંગ કરી રહ્યો છે, પરંતુ આઝમ ખાન રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. બાબરે શરૂઆતની બંને મેચમાં ફિફટી ફટકારી છે. પ્રથમ T20 મેચમાં તેણે 35 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય બીજી ઇનિંગમાં તે 43 બોલમાં 66 રનનું યોગદાન આપવામાં સફળ રહ્યો હતો.

આઝમ ખાનના પ્રદર્શનની વાત કરીએ તો બંને મેચમાં તેનું બેટ શાંત રહ્યું હતું. પ્રથમ T20 મેચમાં તે છઠ્ઠા સ્થાને બેટિંગ કરતા 10 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ સિવાય બીજી ટી20 મેચમાં તે માત્ર બે રન બનાવીને પેવેલિયનની બહાર નીકળી ગયો હતો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...