Homeક્રિકેટMS ધોનીને મળ્યું રામ...

MS ધોનીને મળ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, પૂર્વ કેપ્ટને માન્યો આભાર

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું છે. આ સિવાય સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને હરભજન સિંહ જેવા દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવનાર છે.

ઝારખંડ ભાજપના સંગઠન મંત્રીએ માહીને આમંત્રણ પત્ર આપ્યું

સોમવારે ઝારખંડના ભાજપના સંગઠન મંત્રી કર્મવીર સિંહે મહેન્દ્ર સિંહ ધોનીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્ર આપ્યું હતું. આ પછી, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને તેમને આમંત્રણ આપવા આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો. આ પહેલા વિરાટ કોહલીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્ર મળ્યો હતો. જ્યારે સચિન તેંડુલકરને 13 જાન્યુઆરીએ આમંત્રણ મળ્યું હતું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને હરભજન સિંહ જેવા ક્રિકેટરો આ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય અતિથિ હશે

તમને જણાવી દઈએ કે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 6 હજાર ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં ક્રિકેટર્સ ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટી અને ફેમસ બિઝનેસમેન સામેલ છે. તે જ સમયે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે. છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...