Homeક્રિકેટ'વિરાટ' રેકોર્ડની નજીક કોહલી,...

‘વિરાટ’ રેકોર્ડની નજીક કોહલી, આજે 35 રન બનાવીને રચી શકે છે ઈતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમના ખાસ બેટ્સમેન વિરાટ કોહલી આજે અફઘાનિસ્તાનની સામે ઈન્દોરમાં રમાનારી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં તેની કરિયરની મોટી ઉપલબ્ધિ મેળવી શકે છે. ઈન્દોરની ટી20માં 35 રન બનાવવાની સાથે વિરાટ કોહલી ઈતિહાસ રચી દેશે.

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યાથી ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે 3 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝની બીજી મેચ રમાશે.

35 રન બનાવતા ઈતિહાસ રચી દેશે વિરાટ કોહલી

અફઘાનિસ્તાનની સામે ઈન્દોરમાં થનારી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 35 રન બનાવતાની સાથે કોહલી ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વિરાટ કોહલી એવું કરશે અને સાથે જ ઓવરઓલ ટી20માં 12000 રન પૂરા કરનારા ભારતના પહેલા અને દુનિયાના ચોથા નંબરના બેટ્સમેન બનશે. ભારતના કોી પણ બેટ્સમેન આજ સુધી આ મહારેકોર્ડ બનાવી શક્યા નથી. જો કોહલી આવું કરે છે તો તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ મેળવશે.

16 વર્ષથી રમી રહ્યા છે ટી20 ક્રિકેટ

વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ 374 ટી20 મેચ રમી છે. આ સમયે તેઓએ 41.40ની સરેરાશથી 11965 રન બનાવ્યા છે. આ સમયે તેનો સ્ટ્રાઈક રેટ 133.35 રહ્યો છે. આ ફોર્મેટમાં તેના નામે 8 શતક અને 91 અર્ધશતક નોંધાયા છે. ટી20 ઈન્ટરનેશનલ અને આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે. 11965 રનમાંથી 4008 રન તેઓએ ઈન્ટરનેશનલ લેવલ પર બનાવ્યા છે. તો આઈપીએલમાં તે 7263 રન બનાવી ચૂક્યા છે.

કોહલીએ અત્યાર સુધી બનાવ્યા છે 11965 રન

વિરાટ કોહલીએ અત્યાર સુધી 374 ટી20 મેચમાં 41.40ની સરેરાશથી 11965 રન બનાવ્યા છે. જો તે 35 રન બનાવી લેશે તો ટી20 ક્રિકેટમાં 12000 કે તેનાથી વધારે રન બનાવનારા ભારતના પહેલા અને દુનિયાના ચોથા નંબરના બેટ્સમેન બનશે. ઓવરઓલ ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી ક્રિસ ગેલ, શોએબ મલિક અને કીરોન પોલાર્ડે પણ 12000 કે તેનાથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન

  1. ક્રિસ ગેલ-વેસ્ટ ઈન્ડિઝ – 463 મેચમાં 14562 રન
  2. શોએબ મલિક- પાકિસ્તાન – 525મેચમાં 12993 રન
  3. કીરોન પોલાર્ડ – વેસ્ટ ઈન્ડિઝ- 639 મેચમાં 12430 રન
  4. વિરાટ કોહલી- ભારત – 374 મેચમાં 11965 રન
  5. એલેક્સ હેલ્સ- ઈંગ્લેન્ડ- 426 મેચમાં 11764 રન

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...