Homeક્રિકેટIPL યુરોપ સુધી પહોંચ્યું,...

IPL યુરોપ સુધી પહોંચ્યું, દિલ્હી-કેપિટલ્સ હેમ્પશાયર કાઉન્ટીમાં હિસ્સો ખરીદશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાથી જ દુનિયાભરમાં સૌથી વધારે ફોલો કરાતી અને આવક રળતી લોકપ્રીય ક્રિકેટ લીગ છે. આઇપીએલ હવે યૂરોપ તરફ આગળ વધી રહી છે. અહેવાલો અનુસાર આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે ઇંગ્લિશ કાઉન્ટી ટીમ હેમ્પશાયરમાં હિસ્સેદારી ખરીદવામાં રસ દેખાડયો છે.

અહેવાલો અનુસાર દિલ્હી કેપિટલ્સના સહ માલિક જીએમઆર ગ્રુપે હેમ્પશાયરના પ્રમુખ રૉડ બ્રેન્સગ્રોવ સાથે શેર ખરીદવા અને વેચવા અંગે વાતચીત કરી હતી. બ્રેન્ગ્રોવ પાસે હેમ્પશાયરની મોટાભાગની હિસ્સેદારી છે. રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના મોટાભાગના શેરધારકો ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સના સહ-માલિકો સાથે પોતાની ભાગીદારી વેચવા માટે વાતચીત કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર જો આ સોદા પર સહમતિ સધાય તો હેમ્પશાયર કોઇ વિદેશી ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી પહેલી ઇંગ્લિશ કાઉન્ટી ટીમ બની જશે. સામાન્ય રીતે વિચારવામાં આવતા લાભ ઉપરાંત એક આઇપીએલ ફ્રેન્ચાઇઝીનો ઇંગ્લેન્ડમાં પેસારો કરવાનો આ મોટો પ્રયાસ ગણાશે. ઇંગ્લેન્ડમાં ફ્રેન્ચાઇઝી આધારિત 100 બોલ ટૂર્નામેન્ટ, ધ હન્ડ્રેડની લોકપ્રિયતા વધારવાની સાથે આ સોદો ફાયદો કરાવી શકે છે.

ઇસીબીની ખાસ યોજના

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ ઘણી ધ હન્ડ્રેડ ટીમોમાં 50 ટકા ભાગીદારી ખોલવાની સંભાવના ચકાસી રહ્યું છે. જેનાથી યજમાન કાઉન્ટીઓને પોતાના શેર વેચવાનો વિકલ્પ મળી શકે. દરમિયાન લગભગ બે દાયકા (23 વર્ષ) સુધી ક્લબના પ્રભારી રહ્યા બાદ બ્રેન્સગ્રોવે ગયા વર્ષે અધ્યક્ષના રૂપમાં પોતાનો હોદ્દો છોડી દીધો હતો. જોકે, તેમણે હેમ્પશાયરમાં 60 ટકા હિસ્સેદારી જાળવી રાખી હતી.

રાજસ્થાન રોયલ્સ સાથે હેમ્પશાયર જોડાયું હતું

હેમ્પશાયર 2010 થી 2013 સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલું હતું. ત્યારે તેમની ટીમને હેમ્પશાયર રોયલ્સ કહેવાતી હતી. જીએમઆર ગ્રુપ પાસે આઇપીએલ અને મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ ટીમની 50 ટકા ભાગીદારી છે. જીએમઆર યૂએઇની આઇએલટી20માં દુબઇ કેપિટલ્સ ટીમની પણ માલિક છે. યૂએસની મેજર લીગ ક્રિકેટ ટીમ સિએટલ ઓર્કાસમાં પણ તેનો હિસ્સો છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...