Homeક્રિકેટભારત-માલદીવ વિવાદ વચ્ચે ધોનીનો...

ભારત-માલદીવ વિવાદ વચ્ચે ધોનીનો જૂનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ

માલદીવના મંત્રીઓ દ્વારા પીએમ મોદીને લઈને કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓને લઈને દરેક ભારતીય સોશિયલ મીડિયા પર પોતપોતાના અંદાજમાં ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જેમાં સામાન્ય લોકોની સાથે ખાસ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.

આ યાદીમાં ક્રિકેટરો પણ જોડાઈ ગયા છે. વીરેન્દ્ર સેહવાગથી લઈને ઈરફાન પઠાણ સુધીના ઘણા ક્રિકેટરોએ માલદીવના મંત્રીઓના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. આ ક્રિકેટરોએ ભારતીયોને પર્યટન માટે માલદીવને બદલે ભારતમાં અલગ-અલગ સુંદર સ્થળો પસંદ કરવા વિનંતી કરી છે. આ બધાની વચ્ચે એમએસ ધોનીનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ધોનીનો વીડિયો વાયરલ

વાયરલ થયેલ વીડિયોમાં ધોની કહી રહ્યો છે કે, મેં ઘણી બઘી મુસાફરી કરી પરંતુ રજાઓ મનાવવા માટે નહીં. મારા ક્રિકેટ રમવાના દિવસો દરમિયાન, મેં જુદા જુદા દેશોની મુલાકાત લીધી હતી. પરંતુ હું વધુ ફર્યો નહીં કારણ કે મારું ધ્યાન ફક્ત ક્રિકેટ પર હતું. મારી પત્નીને મુસાફરી કરવી ગમે છે. તો હવે મારે પાસે સમય છે, તો અમે મુસાફરી કરીશું. અમે અમારી મુસાફરીની શરૂઆત ભારતથી જ કરવા માંગીએ છીએ. આપણા ભારતના ફરવાલાય ઘણી સુદર જગ્યાઓ છે. તેથી બીજે ક્યાંય જતા પહેલા ભારતને જોવા પસંદ કરીશ.

શું છે સમગ્ર મામલો

PM મોદીએ 4 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ પછી લોકો કહેવા લાગ્યા કે હવે ભારતીયોએ માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જોઈએ. આ વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિયુનાએ કેટલીક વાંધાજનક ટ્વીટ કરી હતી. અહીં તેમણે પીએમ મોદીની મજાક પણ ઉડાવી હતી. આ સિવાય તે લક્ષદ્વીપની મજાક ઉડાવતું વાંધાજનક ટ્વીટ કર્યું હતું. તેમના પછી માલદીવના નેતા મલ્શા શરીફ અને મહઝૂમ મજીદે પણ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી હતી. આ કારણે ભારતમાં માલદીવ પ્રત્યે ગુસ્સો છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...