Homeમનોરંજનમુન્નાભાઈ 3 બનાવવી છે,...

મુન્નાભાઈ 3 બનાવવી છે, પણ સ્ક્રિપ્ટ નક્કી થતી નથીઃ હિરાણી

રાજકુમાર હિરાણી અને શાહરૂખ ખાને પહેલી વાર ડંકી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ સફળ રહ્યા બાદ રાજકુમાર હિરાણીની ઈચ્છા મુન્નાભાઈ 3 બનાવવાની છે. સંજય દત્ત અને રાજકુમાર હિરાણી બંને મુન્નાભાઈ 3 માટે ઉત્સુક છે, પરંતુ યોગ્ય સ્ક્રિપ્ટ હજુ મળી શકતી નથી. જેના કારણે તેમનો પ્રોજેક્ટ અટવાયેલો છે.

રાજકુમાર હિરાણીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, મુન્નાભાઈની ઘણી બધી સ્ક્રિપ્ટ તેમની અને સંજય દત્ત પાસે પડી છે. આ સ્ક્રિપ્ટ હજુ ફાઈનલ થઈ નથી. સંજય દત્ત સાથે પણ વારંવાર મુન્નાભાઈ 3 બનાવવા વાત થાય છે. ફિલ્મ બનાવવાની ઈચ્છા છે, પરંતુ માત્ર ઈચ્છા હોય અને ગમે તેવી ફિલ્મ બનાવી દેવાનું યોગ્ય નથી. મુન્નાભાઈ ટાઈટલ હેઠળ કોઈ પણ ફિલ્મ બનાવી દેવાય અને ઓડિયન્સ તેને જોવા આવે તે માન્યતા ખોટી છે.

રાજકુમાર હિરાણીનું માનવું છે કે, કોઈ જોરદાર આઈડિયા સાથેની સારી સ્ક્રિપ્ટ શોધવા તેઓ લાંબા સમયથી મથામણ કરી રહ્યા છે. ઘણાં સારા વિચારો આવે છે, પરંતુ સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ શકે તે સ્ટેજ સુધી વાત વધતી નથી. સંજય દત્ત અને રાજકુમાર હિરાણી સ્ક્રિપ્ટની રાહ જુએ છે, સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ જાય તો બંને સાથે ફિલ્મ કરવા ઉત્સુક છે. મુન્નાભાઈ ચલે અમેરિકા અને ડંકીની સ્ટોરીમાં સમાનતા અંગે વાત કરતાં તેમણે કહ્યં હતું કે, મુન્નાભાઈ ચલે અમેરિકામાં સર્કિટ અને મુન્ના અમેરિકા ગયા હતા. અમેરિકા ગયા પછી તેમને વાતચીતની તકલીફ પડતી હોવાથી તેઓ અંગ્રેજી શીખ્યા હતા. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે મુસ્લિમ વિરોધી નિવેદનો આપ્યા હતા અને તેનાથી આ બંને એક્ટર્સ દુઃખી થયા હતા. એકંદરે ડંકીને સત્ય ઘટના પરથી બનાવાઈ હતી, જ્યારે મુન્નાભાઈ ચલે અમેરિકા કલ્પના આધારિત હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...