Homeમનોરંજન'સાલાર' અને 'એનિમલ'ના હિંસક...

‘સાલાર’ અને ‘એનિમલ’ના હિંસક દૃશ્યો સ્વતંત્રતા માટે જરૂરીઃ પૃથ્વીરાજ

પ્રભાસની ફિલ્મ સાલાર દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં વિલનનો રોલ કરનારા પૃથ્વીરાજ સુકુમારનના પણ વખાણ થઈ રહ્યા છે. બોક્સઓફિસ પર તાજેતરમાં સફળ થયેલી ફિલ્મ એનિમલ અને સાલારમાં ભરપૂર હિંસક દૃશ્યો છે. ફિલ્મોમાં હિંસક દૃશ્યો અંગે વાત કરતાં ‘સાલાર’ના વિલન પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મ મેકર્સને ક્રીએટિવ ફ્રિડમ આપવા ભલામણ કરી હતી.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન પૃથ્વીરાજે જણાવ્યુ હતું કે, તેમણે ‘એનિમલ’ હજુ જોઈ નથી. જો કે ફિલ્મ મેકરની નજરથી જોઈએ તો સ્ટોરીને અસરકાર રીતે રજૂ કરવા માટે હિંસક દૃશ્યો ખૂબ જરૂરી છે અને તેમને ક્રીએટિવ ફ્રિડમ મળવી જોઈએ. ફિલ્મોમાં રક્તપાત અને લડાઈના દૃશ્યો રોકવાની હિલચાલ અન્યાયી છે. ફિલ્મ મેકર્સ તેમના કામને સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરે છે અને સર્ટિફિકેટ બાદ ઓડિયન્સ સમક્ષ રજૂ કરાય છે. ફિલ્મ બનાવવાની ક્રીએટિવ પ્રોસેસમાં નિર્ણય લેવાનો અધિકાર ફિલ્મ મેકરને મળવો જોઈએ. આર્ટિસ્ટ પર નૈતિક જવાબદારીઓનો બોજ ન હોવો જોઈએ.
પૃથ્વીરાજે દલીલ કરી હતી કે, ફિલ્મના સર્ટિફિકેટના કારણે ઓડિયન્સને કન્ટેન્ટ અંગે જાણકારી હોય છે. તેથી થીયેટરમાં હાજરી આપનારા ઓડિયન્સને પ્રવેશ અંગે સેન્સરશિપ હોવી જોઈએ. ‘સાલાર’માં હિંસક દૃશ્યો હોવાના કારણે એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે. લોહિયાળ દૃશ્યો અને ક્રૂર હત્યા ધરાવતી ગેમ ઓફ થ્રોન્સ સાથે પૃથ્વીરાજે સરખામણી કરતાં કહ્યું હતું કે, આ ગેમની જેમ ‘સાલાર’નું કન્ટેન્ટ તીવ્ર હોઈ શકે છે, પરંતુ થીયેટરમાં તેને જોવાના અનુભવ અંગે ઓડિયન્સની ક્ષમતા અંગે ચિંતા કરવાની જરૂર જણાતી નથી. ‘સાલાર’માં ફિલ્મની સ્ટોરી માટે હિંસા જરૂરી છે અને તેનાથી ડ્રામા એલિમેન્ટ વધે છે. હિંસાના દૃશ્યો દૂર થાય તો ‘સાલાર’માંથી મહત્ત્વનું પાસુ દૂર થઈ જશે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...