Homeમનોરંજન'સાલાર': પૈસા વસૂલ એકશન...

‘સાલાર’: પૈસા વસૂલ એકશન ફિલ્મ: લાંબા સમય બાદ પ્રભાસ ફરી ‘બાહુબલી’ સાબિત!

તા.23 તાકાતવરનું રાજ અને તાકાતવરની જ ખુરશી! હંમેશાથી મોટી મોટી સલ્તનતોનું ભવિષ્ય આધાર પર લખવામાં આવ્યું છે. ફિલ્મ ‘સાલાર ધી સીઝ ફાયર પાર્ટ-1’ની પણ આ જ થીમ પર વાર્તા છે. ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે પોતાની ફિલ્મી કેરીયરની શરૂઆત વર્ષ 2014માં ફિલ્મ ‘ઉગ્રમ’થી કરી હતી. તે આ ફિલ્મની સિક્વલ બનાવવા માગતા હતા.

પરંતુ આ દરમ્યાન ‘કેજીએફ’ ફ્રેન્ચાઇઝી સફળતાએ તેનું કદ ઘણું મોટું કરી નાખ્યું હતું. આ પરિસ્થિતિમાં તેણે ‘ઉગ્રમ’થી પ્રેરિત કથા પર ‘સાલાર’ ફ્રેન્ચાઇઝી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ફિલ્મ સદીઓ જુના ખુંખાર રાજ્ય ખાનસારની કથા કહે છે. જેમાં તાકાતના જોરે સર્ટી મેળવવાનો દોર હજુ પણ ચાલુ છે. પોતાના બાળપણના દિવસોમાં દેવા (પ્રભાસ)એ પોતાનો જીવ દાવ પર લગાવીને ખાતસારના ઝખિયા (જગતપતિ બાલુ)ના સાવકા પુત્ર વર્દા (પૃથ્વીરાજ સુકુમારન)ને તેનો હક અપાવ્યો હતો.

જ્યારે વર્ધાએ પોતાની જમીનદારી આપીને દેવા અને તેની માનો જીવ બચાવ્યો હતો. તે સમયે ખાનસાર છોડતી વખતે દેવાએ વર્ધા સાથે વાયદો કર્યો હતો કે જ્યારે પણ તેને જરુર પડશે, તે જરુર આવશે આજે વર્ધા મોટો થઇને ખાનસારનો મુખિયા બનવા માગે છે તો તે દેવાને ખાનસાર બોલાવવા માગે છે. શું દેવાની મદદથી વર્ધા પોતાનું સપનું પુરું કરી શકે છે? તે જાણવા માટે પ્રેક્ષકે સિનેમા હોલમાં જવું પડશે.

કેજીએફ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂકેલ ડાયરેક્ટર પ્રશાંત નીલે ફરી એકવાર પોતાની પસંદગીની ડાર્ક થીમવાળી હિંસક સિનેમા સાથે પુનરાગમન કર્યું છે. ફિલ્મની શરુઆત એક જોરદાર ફાઇટ સીનથી થાય છે.

ત્યારબાદ ફિલ્મ ધીમી ગતિથી આગળ વધે છે. પણ ઇન્ટરવેલમાં ફિલ્મ ઝડપથી ભાગે છે. અને સેક્ન્ડ હાફ અને કલાયમેક્સના જબરદસ્ત એકશન સીન પૈસા વસૂલ કરી દે છે. પ્રશાંત નીલ જો ફિલ્મની લંબાઇ એડીટીંગ ટેબલ પર અડધો કલાક ઘટાડી દીધી હોત અને સ્ક્રીન પ્લે પર થોડી વધુ મહેનત કરી હોત તો ફિલ્મ વધુ શાનદાર બની હોત.

સાહો, રાધેશ્યામ અને આદિપુરુષ જેવી સતત ત્રણ ફિલ્મો ફલોપ થયા બાદ પ્રભાસે આ ફિલ્મથી જોરદાર વાપસી કરી છે. ‘બાહુબલી’ બાદ આ ફિલ્મના બહેતરિન એકશન સીનમાં તે ખૂબ ફિટ લાગે છે. જ્યારે પૃથ્વીરાજ સુકુમારને તેને પૂરો સાથ આપ્યો છે. પર્દા પર બન્નેની જોડી ખુબ જ જામે છે. ફિલ્મના બાકી કલાકારોએ ઠીક ઠીક કામ કર્યું છે. ફિલ્મની ફોટોગ્રાફી સારી છે, બેક ગ્રાઉન્ડ સ્કોરને વધુ સારો બનાવી શકાયો હોત.

‘સાલાર’ એ પહેલા દિ’ની કમાણીમાં રેકોર્ડ તોડયો: વર્લ્ડવાઈડ રૂા.175 કરોડ રળ્યા!
મુંબઈ: ‘ડંકી’ની રિલીઝના બીજા દિવસે ‘સાલાર’ની રિલીઝ થઈ છે. આ બન્ને જાયન્ટ ફિલ્મોની ટકકરમાં પહેલા દિવસની કમાણી મામલે ‘સાલાર’એ ‘ડંકી’ને પછાડી દીધી છે. ‘સાલાર’ની એક દિવસના વર્લ્ડ વાઈડ રિલીઝની આવક અધધધ 175 કરોડ રૂપિયાની થઈ હોવાના અહેવાલો છે. પહેલા દિવસની ઓપનીંગ આવકનો આ રેકોર્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શોની શરૂઆત શુક્રવારે રાત્રે 12-21 વાગ્યે થઈ ગઈ હતી.

‘સાલાર’ની એડવાન્સ બુકીંગમાં 30 લાખ એટલે કે અંદાજે 95 કરોડ રૂપિયાની ટીકીટ વેચાઈ ગઈ હતી. આ ફિલ્મની વર્લ્ડવાઈડ એક દિવસની કમાણી 175 કરોડ રૂપીયાની થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

‘બાહુબલી’ બાદ પ્રભાસે બોકસ ઓફિસ પર પહેલી વાર ‘સાલાર’થી જોરદાર એન્ટ્રી કરી છે. આ પહેલા પ્રભાસની ‘સાહો’, ‘રાધે શ્યામ’, ‘આદિપુરુષ’ દર્શકોને સિનેમા હોલમાં ખેંચી લાવવામાં નિષ્ફળ નીવડી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...