Homeક્રિકેટઆઇપીએલમાં ઓવરદીઠ હવે બે...

આઇપીએલમાં ઓવરદીઠ હવે બે બાઉન્સરની છૂટ અને વધુ સમાચાર

આઇપીએલના મોવડીઓએ ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો નિયમ જાળવી રાખ્યો છે તેમ જ બૅટ અને બૉલ વચ્ચેની રસાકસીને વધુ ઉગ્ર બનાવવા ૨૦૨૪ની સીઝનમાં બોલરને ઓવરદીઠ બે બાઉન્સર ફેંકવાની છૂટ આપી છે. પીઢ પેસ બોલર જયદેવ ઉનડકટે આ ફેરફારને આવકારતાં કહ્યું છે કે ‘આનાથી બોલરને બૅટર સામે વધુ લાભ મળશે. જો મેં અડધી ઓવરમાં એક સ્લો બાઉન્સર ફેંક્યો હશે તો ઓવરના બાકીના ભાગમાં હું બીજો બાઉન્સર પણ ફેંકી શકીશ.’

આવતી કાલથી વાનખેડેમાં ભારત-ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટેસ્ટ મૅચ
હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ઐતિહાસિક વિજય મેળવ્યો ત્યાર બાદ હવે વાનખેડેમાં આવતી કાલે (સવારે ૯.૩૦ વાગ્યાથી) ભારતની ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ સામેની એકમાત્ર ટેસ્ટનો આરંભ થશે. આ મૅચમાં પણ પ્રેક્ષકોને મફત પ્રવેશ મળશે. હરમનપ્રીત ભારતની અને અલીઝા હીલી ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન છે. હીલી ૨૦૨૩ની વિમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વૉરિયર્ઝ ટીમ વતી રમી હતી.

રક્ષિત દવે મલેશિયાની સુપરબાઇક સ્પર્ધામાં ડેબ્યુમાં જ રનર-અપ
ચેન્નઈમાં રહેતા ૧૫ વર્ષની ઉંમરના અને દસમા ધોરણમાં ભણતા રક્ષિત શ્રીહરિ દવેએ સેપાન્ગમાં મલેશિયન સુપરબાઇક ચૅમ્પિયનશિપમાં પહેલી જ વાર ભાગ લીધો અને એમાં રનર-અપ થયો છે. તેણે એમએસબીકે ૨૫૦બી રેસમાં પ્રથમ રાઉન્ડ ૨૦ મિનિટ ૫૩.૫૫૮ સેકન્ડમાં અને બીજો રાઉન્ડ ૨૦ મિનિટ ૪૧.૯૦૩ સેકન્ડમાં પૂરો કર્યો હતો. તે એકંદરે બીજા નંબરે રહ્યો હતો. રાઉન્ડ-વનમાં તે બન્ને રેસ જીત્યો હતો. ચાર મહિના પહેલાં તે આ રેસની ટ્રોફી જીત્યો હતો. મુહમ્મદ ઇઝરુલ હુઝેઇમી અમરાને આ વખતની આ ચૅમ્પિયનશિપ નંબર-વન સાથે જીતી લીધી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...