Homeધાર્મિકશનિની કૃપામાં છે નસીબ...

શનિની કૃપામાં છે નસીબ ઉઘાડી દેવાની તાકાત: કોઈ પણ શનિવારે અચૂક કરી લો આ 5 મહાઉપાય

હિંદુ શાસ્ત્રમાં સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે. કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો વાસ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કેટલાક ઉપાય કરવાથી નસીબ સુધરે છે. માનવામાં આવે છે કે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. શનિવારે વ્રત કરીને સાંજે પીપળના ઝાડ પર જળ અર્પણ કરો અને તલના તેલનો દીવો કરો. જેથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.

  • કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો શનિની સાઢેસાતીનો સામનો કરવો પડે છે. જેથી શનિવારે 108 વાર બીજ મંત્ર ऊँ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા રહેશે તથા શનિદોષ અને શનિની સાઢેસાતીથી રાહત મળે છે. ઘરે અથવા મંદિરમાં જઈને પણ  મંત્રજાપ કરી શકાય છે.
  • શનિદેવની પૂજા કરવાની સાથે જ શનિવારે કાગડા અને કાળા શ્વાનને રોટલી ખવડાવો. કાળા શ્વાનને શનિદેવનું વાહન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, શનિવારે કાળો શ્વાન જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. આ સિવાય કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.
  • શનિવારે દાન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શનિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળી છત્રી, ધાબળો, અડદની દાળનું દાન કરો. શનિ ચાલીસા, કાળા તલ, ચપ્પલનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે. શનિવારે ક્ષમતા અનુસાર દાન કરી શકો છો.
  • શનિવારે શનિ રક્ષા સ્તોત્રના પાઠ કરો, જે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી, શનિઢૈય્યા અને શનિદોષથી મુક્તિ મળે છે. કુંડળીમાં શનિ દોષ હોય તો આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...