Homeરસોઈસ્વિગી પર 2023માં સૌથી...

સ્વિગી પર 2023માં સૌથી વધુ બિરયાની ઓર્ડર કરવામાં આવી, મુંબઈના યુઝરે 42.3 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું

આજકાલ લોકો ઓનલાઇન ફુડ ખૂબ ઓર્ડર કરતાં રહે છે તેનાથી જમવાનું બનાવવાની માથાકુટ રહેતી નથી અને સમય પણ બચી જાય છે, ખાસ કરીને લોકો સેલિબ્રેશન કરવા માટે ઓનલાઇન ફુડ ઓર્ડર કરતાં હોય છે.

વર્ષ 2023ના પહેલા દિવસે 1 જાન્યુઆરીએ જે ઓર્ડર થયા છે તે જાણીને તમને ચોક્કસ નવાઇ લાગશે. સ્વિગીએ 2023માં તેની એપ પર યુઝર્સ દ્વારા ઓર્ડર કરેલા ફૂડના ટ્રેન્ડને લગતો ડેટા જાહેર કર્યો છે, જેમાં આ માહિતી સામે આવી છે.

વર્ષ 2023ના પહેલા દિવસે 1 જાન્યુઆરીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગી પર 4.3 લાખ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જ્યારે 83.5 લાખ નૂડલ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. 19 નવેમ્બર, 2023ના રોજ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ ફાઇનલ મેચના દિવસે, દેશમાં દર મિનિટે સ્વિગી પર 188 પિઝાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

મુંબઈ યુઝરે 42.3 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું હતું

મુંબઈના એક યુઝરે 1 જાન્યુઆરીથી 23 નવેમ્બર વચ્ચે સ્વિગી એપ પર 42.3 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું છે. તેથી મોટાભાગના ઓર્ડર ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદના યુઝર એકાઉન્ટમાંથી આપવામાં આવ્યા હતા. આ શહેરોમાં કેટલાક યુઝર એકાઉન્ટ્સમાંથી સ્વિગી એપ પર સરેરાશ 10,000 થી વધુ ફૂડ ડિલિવરી ઓર્ડર આપવામાં આવ્યા હતા.

સ્વિગીએ કહ્યું કે, નાના શહેરો પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં પાછળ નથી. ઝાંસીમાં એકસાથે કુલ 269 ફુડ ડિલિવરી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

ભુવનેશ્વરમાં, એક જ દિવસમાં એક ઘરમાંથી 207 પિઝા મંગાવવામાં આવ્યા હતા અને આ ત્યારે હતું જ્યારે તે ઘરમાં કોઈ પિઝા પાર્ટી નહોતી.

રસગુલ્લા નહીં! પણ ગુલાબજાબું

ભારતીયો હવે રસગુલ્લા કરતાં ગુલાબ જામુનને વધુ પસંદ કરી રહ્યા છે. દુર્ગા પૂજા દરમિયાન ગુલાબ જામુનની ડિલિવરી માટે 77 લાખ ઓર્ડર આપવામાં આવ્યા હતા. ગુલાબ જામુન ઉપરાંત નવ દિવસ માટે મસાલા ઢોસા એ નવરાત્રી દરમિયાન સૌથી પ્રિય વેજ ઓર્ડર હતો.

6 લાખનો ઇડલીનો ઓર્ડર

હૈદરાબાદના એક યુઝરે 2023માં ઈડલી ઓર્ડર કરવા માટે 6 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. બેંગલુરુમાં 8.5 મિલિયન ચોકલેટ કેકનો ઓર્ડર આપવામાં આવ્યો, ત્યારબાદ તેને કેક કેપિટલનું બિરુદ મળ્યું. 2023માં, વેલેન્ટાઇન ડે પર, 14 ફેબ્રુઆરીએ, દર મિનિટે 271 કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. નાગપુરના એક યુઝરે એક જ દિવસમાં 72 કેકનો ઓર્ડર આપ્યો.

બિરયાનીનો સૌથી વધુ ઓર્ડર

સ્વિગી અનુસાર, બિરયાની સતત 8મા વર્ષે સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગી છે. 2023માં, દર સેકન્ડે 2.5 બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાંથી દર 5.5 ચિકન બિરયાની માટે એક વેજ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. બિરયાનીના ઓર્ડર સાથે 24.9 લાખ યુઝર્સે પહેલીવાર સ્વિગીમાં લોગ ઇન કર્યું.

હૈદરાબાદમાં દર છઠ્ઠી બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્તો હતો અને આ શહેરના એક યુઝરે 2023માં કુલ 1633 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. ચંદીગઢમાં એક પરિવારે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ દરમિયાન 70 પ્લેટ બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. આ મેચ દરમિયાન, સ્વિગીને દર મિનિટે 250 બિરયાની વહેંચવાનો ઓર્ડર મળ્યો.

ડિલીવરી પાર્ટનર

સ્વિગીએ જણાવ્યું હતું કે, તેના ડિલિવરી પાર્ટનર્સે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને સાઈકલ દ્વારા ખોરાક પહોંચાડવા માટે 166.42 મિલિયન કિલોમીટરનું અંતર કાપ્યું છે. ચેન્નાઈના વેંકટેશને 10,360 ઓર્ડર આપ્યો છે અને કોચીની સંથિનીએ 6253 ઓર્ડર આપ્યા છે. ગુરુગ્રામના રામજીત સિંહે 9925 ઓર્ડર અને લુધિયાણામાં પરદીપ કૌરે 4664 ઓર્ડર ડિલિવરી કર્યા છે.

મુંબઈ યુઝરે 42.3 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું હતું

રસગુલ્લા નહીં! પણ ગુલાબજાબું

6 લાખનો ઇડલીનો ઓર્ડર

બિરયાનીનો સૌથી વધુ ઓર્ડર

ડિલીવરી પાર્ટનર

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...