Homeક્રિકેટરસેલનું બે વર્ષે કમબૅક,...

રસેલનું બે વર્ષે કમબૅક, ત્રણ વર્ષે બન્યો મૅચ-વિનર

આન્દ્રે રસેલ મંગળવારે બે વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાછો આવ્યો હતો અને આવતાવેંત છવાઈ ગયો હતો. બ્રિજટાઉનમાં તેણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પ્રથમ ટી૨૦માં ૧૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને પછી થ્રિલિંગ ફિનિશમાં બે સિક્સર તથા બે ફોરની મદદથી ૧૪ બૉલમાં અણનમ ૨૯ રન બનાવ્યા હતા. તેના આ સુપર પર્ફોર્મન્સની મદદથી વેસ્ટ ઇન્ડીઝે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી.

રસેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. આ પહેલાં તે ૨૦૨૦માં પલ્લેકેલમાં શ્રીલંકા સામેની ટી૨૦માં ૧૪
બૉલમાં છ સિક્સર સાથે અણનમ ૪૦ રન ફટકારવા બદલ પુરસ્કાર જીત્યો હતો.

ઇંગ્લૅન્ડે બૅટિંગ મળ્યા પછી બહુ જ સારી શરૂઆત કરી હતી. ઓપનર્સ ફિલ સૉલ્ટ (૪૦ રન, ૨૦ બૉલ, એક સિક્સર, છ ફોર) અને કૅપ્ટન-વિકેટકીપર જૉસ બટલર (૩૯ રન, ૩૧ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની જોડીએ માત્ર ૬.૧ ઓવરમાં ૭૭ રન ખડકી દીધા હતા, પરંતુ એ તબક્કે રસેલ ત્રાટક્યો હતો. તેણે સૉલ્ટને બાઉન્ડરી લાઇન પાસે હેટમાયરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. હેટમાયરે જગલિંગ કૅચમાં સૉલ્ટનો શિકાર કરી લીધો હતો. ત્યાર પછી ઇંગ્લૅન્ડની એક પણ મોટી ભાગીદારી નહોતી થઈ અને સમયાંતરે વિકેટ પડતી રહી હતી. રસેલ તથા અલ્ઝારી જોસેફે ત્રણ-ત્રણ અને રોમારિયો શેફર્ડે બે વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝે ૧૭૨ રનના લક્ષ્‍યાંક સામે શરૂઆત સારી નહોતી કરી, પરંતુ કાઇલ માયર્સ (૩૫ રન, ૨૧ બૉલ, ચાર સિક્સર) અને શાઇ હોપ (૩૬ રન, ૩૦ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ની ફટકાબાજીથી જીતનો પાયો જરૂર નખાઈ ગયો હતો. વિકેટકીપર નિકોલસ પૂરને (૧૩ રન, ૧૨ બૉલ, એક સિક્સર) પણ વહેલી જીત અપાવવા ફટકાબાજી શરૂ કરી હતી, પરંતુ સ્પિનર રેહાન અહમદના બૉલમાં તેને જ કૅચ આપી બેઠો હતા. હેટમાયર ફક્ત ૧ રન બનાવી શક્યો અને રોમારિયો શેફર્ડ પહેલા જ બૉલમાં કૅચ આપી બેઠો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડીઝને જિતાડવાનું બીડું કૅપ્ટન રૉવમૅન પોવેલ (૩૧ અણનમ, ૧૫ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને રસેલ (૨૯ અણનમ, ૧૪ બૉલ, બે સિક્સર, બે ફોર)ની જોડીએ ઉપાડ્યું હતું અને એમાં સફળ થયા હતા. તેમની વચ્ચે સાતમી વિકેટ માટે ૩૯ રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી અને બાર્બેડોઝમાં બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર હાઇએસ્ટ સક્સેસફુલ ચેઝનો નવો વિક્રમ (૧૭૨/૬) રચાયો હતો. આ પહેલાં ૨૦૧૪માં વેસ્ટ ઇન્ડીઝનો ઇંગ્લૅન્ડ સામે જ રેકૉર્ડ (૧૫૫/૫) બન્યો હતો, જે હવે તૂટ્યો હતો.

ઇંગ્લૅન્ડના સાત બોલર્સમાં રેહાન અહમદે ત્રણ, આદિલ રાશિદે બે અને ક્રિસ વૉક્સે એક વિકેટ લીધી હતી. આજે સેન્ટ જ્યોર્જિસમાં બીજી ટી૨૦ (ભારતીય સમય મુજબ રાતે ૧૧.૦૦ વાગ્યાથી) રમાશે.

શિમરૉન હેટમાયરે બાઉન્ડરી લાઇન પાસે ફિલ સૉલ્ટનો અફલાતૂન કૅચ પકડ્યો હતો. તેણે બટલરનો પણ કૅચ પકડીને બ્રિટિશ ટીમને મુસીબતમાં મૂકી દીધી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...