Homeક્રિકેટઆ વર્ષે વનડેમાં આ...

આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય

ચાલુ વર્ષ એટલે કે 2023 તેના અંત તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ભારતીય બેટ્સમેન શુભમન ગિલનું બેટ ODIમાં જોરદાર ચાલ્યું છે. ગિલ આ વર્ષે કુલ 29 ODI મેચ રમ્યો છે. આ સિવાય જો આપણે 2023માં સૌથી વધુ ODI રન બનાવનાર ટોપ-3 બેટ્સમેન પર નજર કરીએ તો ત્રણેય ભારતીય જ જોવા મળે છે. શુભમન ગિલ નંબર વન પર છે. આ પછી વિરાટ કોહલી બીજા અને રોહિત શર્મા ત્રીજા ક્રમે છે.

એટલે કે ભારતીય બેટ્સમેનોએ વનડેમાં ઘણા રન બનાવ્યા છે. ત્યારબાદ આ યાદીમાં આગળ વધીને ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ ચોથા સ્થાને અને શ્રીલંકાના પથુમ નિસાંકા પાંચમા સ્થાને આવે છે. આ પછી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ છઠ્ઠા, પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સાતમા, ઈંગ્લેન્ડના ડેવિડ મલાન આઠમા, દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ નવમા અને કેએલ રાહુલ સંયુક્ત રીતે નવમા સ્થાને છે પરંતુ વધુ મેચ રમવાના કારણે તે દસમા સ્થાને દેખાય છે.

ગિલ સહિત ત્રણેય ભારતીય બેટ્સમેનોએ કર્યો કમાલ
નંબર વન પર રહેલા શુભમન ગીલે 29 મેચની 29 ઇનિંગ્સમાં 63.36ની શાનદાર એવરેજથી 1584 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 સદી અને 9 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 208 રન છે. આ દરમિયાન ગિલ ખાતું ખોલાવ્યા વિના માત્ર એક જ વાર આઉટ થયો છે.

આ પછી બીજા નંબર પર રહેલા વિરાટ કોહલીએ આ વર્ષે 27 ODI મેચોની 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 72.47ની એવરેજથી 1377 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ 6 સદી અને 8 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 166* રન હતો.

ત્યારબાદ ત્રીજા નંબર પર રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 27 મેચની 26 ઇનિંગ્સમાં 52.29ની એવરેજથી 1255 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય કેપ્ટનના બેટમાંથી 2 સદી અને 9 અડધી સદી આવી છે. ત્રણ ભારતીય બેટ્સમેનોમાં, રોહિત શર્માએ સૌથી વધુ 67 સિક્સ ફટકારી છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ સહિત ત્રણેય ભારતીય બેટ્સમેનો આ વર્ષે વધુ વનડે મેચ નહીં રમે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમશે, જેમાં ત્રણેય બેટ્સમેન ભારતીય ટીમનો ભાગ નથી.

2023 વનડેમાં સૌથી રન બનાવનાર ટોપ-બેટ્સમેન
શુભમન ગિલ- 1584 (29 મેચ)
વિરાટ કોહલી- 1377 (27 મેચ)
રોહિત શર્મા- 1255 (27 મેચ)
ડેરીલ મિશેલ- 1204 (26 મેચ)
પથુમ નિસાંકા- 1151 (29 મેચ)
બાબર આઝમ- 1065 (25 મેચ)
મોહમ્મદ રિઝવાન- 1023 (25 મેચ)
ડેવિડ મલાન- 995 (18 મેચ)
એઇડન માર્કરામ- 983 (21 મેચ)
કેએલ રાહુલ- 983 (24 મેચ).

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...