Homeક્રિકેટએક 17 વર્ષનો ડાબોડી...

એક 17 વર્ષનો ડાબોડી ફાસ્ટ બોલર તો એક 39 વર્ષનો ઓલરાઉન્ડર, જાણો IPL 2024ના ઓક્શનમાં સામેલ સૌથી યુવા અને વૃદ્ધ ખેલાડી વિશે

આઈપીએલ 2024ના ઓક્શન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 19 ડિસેમ્બરે દુબઈમાં આયોજિત ઓક્શનમાં સામેલ ખેલાડીઓની અંતિમ યાદી પણ BCCI દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વખતે હરાજીમાં કુલ 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ માત્ર 333 ખેલાડીઓ જ શોર્ટલિસ્ટ થયા છે. શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓની યાદીમાં 214 ભારતીયો સહિત 119 વિદેશી ખેલાડીઓ છે.

પરંતુ શું તમે આ હરાજીમાં ભાગ લેનાર સૌથી યુવા અને સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ વિશે જાણો છો?

ઉલ્લેખનીય છે કે, IPL 2024ની હરાજીમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી 17 વર્ષનો છે, જ્યારે સૌથી મોટી ઉંમરનો ખેલાડી 39 વર્ષનો છે.

ક્વેના મફાકા ઓક્શનમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી
સાઉથ આફ્રિકાનો ક્વેના મફાકા આ ઓક્શનમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી છે. 17 વર્ષનો ક્વેના ડાબા હાથનો ફાસ્ટ બોલર છે, જેણે ગયા વર્ષે પોતાના દેશ માટે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો. આ સિવાય ક્વિનાએ માત્ર 2 ફર્સ્ટ ક્લાસ, 2 લિસ્ટ A અને 5 T20 મેચ રમી છે જેમાં તેણે અનુક્રમે 7, 3 અને 6 વિકેટ લીધી છે.

અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર મોહમ્મદ નબી હરાજીમાં ભાગ લેનાર સૌથી વૃદ્ધ ખેલાડી
IPL 2024ની હરાજીમાં ભાગ લેનાર સૌથી વૃદ્ધ ખેલાડી વિશે વાત કરીએ તો તે અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર મોહમ્મદ નબી છે. મોહમ્મદ નબી લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. આ વખતે તે 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે હરાજીમાં ઉતર્યો છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2024ની હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય અને 119 વિદેશી છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીમાં વધુમાં વધુ 77 સ્લોટ ખાલી છે. 30 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે. હરાજીમાં સૌથી વધુ બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. આ બ્રેકેટમાં 23 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે. લિસ્ટમાં 13 ખેલાડીઓ એવા છે, જેમની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...