Homeમનોરંજનકેમ સુહાના-અગસ્ત્યનો મજાક ઉડી...

કેમ સુહાના-અગસ્ત્યનો મજાક ઉડી રહ્યો છે, Archiesના રીલિઝ બાદ મીમ્સનું આવ્યું પૂર

ઝોયા અખ્તરની ફિલ્મ ‘The Archies’થી ત્રણ સ્ટારકિડ્સ સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રીલિઝ થઈ હતી. ફિલ્મને લઈને દર્શકોના વિચાર મિશ્ર જોવા મળી રહ્યા છે. વાત એ છે કે જ્યારથી ફિલ્મ રીલિઝ થઈ છે, ત્યારથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદાને ટ્રોલ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ ખૂબ શેર કરવામાં આવી રહી છે.

‘The Archies’થી અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરની એક ક્લિપ શેર કરતા યુઝરે લખ્યું કે, ‘એક્ટિંગ અહી સમાપ્ત થાય છે.’

અન્ય એક યુઝરે એક બીજો વીડિયો શેર કરતા લખ્યું કે, ‘મેં ‘The Archies’ જોવાની હિંમત દેખાડી, પરંતુ આ સીન જોયા બાદ સહન ન કરી શક્યો.’ વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટા ભાગના યુઝર્સ 3 સ્ટારકિડ્સની એક્ટિંગની નિંદા કરી રહ્યા છે. ‘The Archies’ના મોટા ભાગના રિવ્યૂમાં તેના ખૂબ વખાણ થયા છે, પરંતુ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની એક્ટિંગ પર લોકના વિચાર મિશ્ર નજરે પડ્યા, જેનાથી નેપોટિઝ્મ પર બહેસને પ્રોત્સાહન મળ્યું છે.

ઝોયા અખ્તરના ડિરેક્શનમાં બનેલી ‘The Archies’માં વેદાંગ રૈના, મિહિર આહુજા, યુવરાજ મેંડા અને અદિતી ડોટે પણ લીડ રોલ કર્યો છે. ફિલ્મમાં ડાયલોગ્સ ફરહાન અખ્તરે લખ્યા છે. ફિલ્મ 1964ના સમયને દેખાડે છે. જ્યારથી ‘The Archies’ બનવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી સુહાના ખાન (શાહરુખ ખાનની દીકરી), અગસ્ત્ય નંદા (અમિતાભ બચ્ચનની પૌત્રી) અને ખુશી કપૂર (શ્રીદેવીની નાની દીકરી)ના ડેબ્યૂની વાત થઈ રહી હતી. જ્યારે ફિલ્મમાં અન્ય પણ ટેલેન્ટેડ એક્ટર્સ છે.

શું છે ફિલ્મની કહાની?

ફિલ્મની કહાની એકદમ સિમ્પલ છે અને આ સિમ્પલ કહાનીમાં ઝોયાએ પોતાના શાનદાર ડિરેક્શન અને યંગ એક્ટર્સે પોતાના ચુલબુલા અંદાજથી રંગ ભરી દીધા છે. ફિલ્મની શરૂઆત થાય છે આર્ચી (અગસ્ત્ય નંદા) પોતાના નાનકડા હિલ સ્ટેશન રિવરડેલના ઇતિહાસ બતાવવાથી. રિવરડેલને એક એંગ્લો ઇન્ડિયન કપલે ભારતની આઝાદી અગાઉ વસાવ્યું હતું. આઝાદી બાદ ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને બચેલા લોકો આ સુંદર હિલ સ્ટેશનમાં જ રહી ગયા. રિવરડેલની વચ્ચોવચ ગ્રીન પાર્ક નામની એક જગ્યા છે જેને સૌથી પહેલા વસાવવામાં આવી અને અહીંયા દરેક બાળક 5 વર્ષનું થવા પર ગ્રીન પાર્કમાં ઝાડ લગાવવામાં આવે છે.

આર્ચીના મિત્ર છે બેટ્ટી કપૂર (ખુશી કપૂર), જગહેડ (મિહિત આહુજા), રેજી (દેવાંગ રૈના), ડિલી (યુવરાજ મેંડા) અને એથલ (ડોટ). આ બધા સિવાય વેરોનિકા લૉજ (સુહાના ખાન) આર્ચીની ખાસ મિત્ર છે, જેને તે પોતાનું દિલ પણ આપી ચૂક્યો છે. વેરોનિકા બે વર્ષ બાદ લંડનથી પાછી રિવરડેલ આવી છે. તે પોતાના મિત્રો સાથે મળીને અભ્યાસ અને મસ્તી કરી રહી છે તો તેનો પિતા હાઈરમ લૉજ (અલી ખાન)નો કંઈક અલગ જ પ્લાન છે. હાઈરમ એક મોટો બિઝનેસમેન છે, જે રિવરડેલમાં એક મોટો પ્લાઝા બનાવવા માગે છે. તેના લોકેશન તરીકે તેણે ગ્રીન પાર્કને પસંદ કર્યો છે. આ કારણે ટાઉનમાં રહેતા લોકોને પરેશાની થવી વ્યાજબી છે. એવામાં આર્ચી અને તેના મિત્ર કેવી રીતે પાર્કને બચાવશે એ જોવા જેવી વાત છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...