Homeમનોરંજનઅલ્લુને શૂટિંગમાં ઈજા, પુષ્પા...

અલ્લુને શૂટિંગમાં ઈજા, પુષ્પા 2નું શૂટિંગ અટક્યું

પીઠ પર ઈજાના પગલે થોડા દિવસ આરામ કરવાની સલાહ અપાઈ

સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની સીક્વલ માટે શૂટિંગ શરૂ થઈ ગયું છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી ફરી એક વાર સાથે જોવા મળશે. સીક્વલને અગાઉ કરતાં વધુ ભવ્ય બનાવવા માટે સેટ અને વીએફએક્સ ઉપરાંત બોલિવૂડ એક્ટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર થયા બાદ ઓડિયન્સની ઉત્સુકતા વધી છે અને ફિલ્મને લગતી દરેક અપડેટ જાણવા ઓડિયન્સ ઉત્સુક રહે છે.

દરમિયાન ફિલ્મના શૂટિંગ દરમિયાન અલ્લુ અર્જુનને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન અલ્લુ અર્જુનને પીઠમાં ઈજા થઈ હતી. જેના કારણે સેટ પર દોડા-દોડી થઈ ગઈ હતી અને તરત ડોક્ટરની મદદ લેવાઈ હતી. બાદમાં અલ્લુને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એક્સપર્ટ ડોક્ટર્સે સારવાર શરૂ કરી હતી અને થોડા દિવસ આરામ કરવા સલાહ અપાઈ હતી. શૂટિંગ થોડા દિવસ સુધી મોકૂફ રાખવા અંગે ફિલ્મના મેકર્સ તરફથી ઓફિશિયલ માહિતી અપાઈ નથી. જો કે દસેક દિવસના આરામ બાદ અલ્લુ અર્જુન ફરી શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. પુષ્પા બાદ અલ્લુ અર્જુનની કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર રહી નથી, જ્યારે રશ્મિકા મંદાના દેશભરમાં છવાયેલી છે. ત્રણ દિવસ પહેલા રિલીઝ થયેલી ‘એનિમલ’ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...