Homeરસોઈબજાર જેવા સ્વાદિષ્ટ દહીં...

બજાર જેવા સ્વાદિષ્ટ દહીં વડા બનાવવા છે, તો જાણી લો સરળ રેસિપી

દહીં વડા એક સ્વાદિષ્ટ ભારતીય વાનગી છે જેને તમારા ઘરે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીઓની મદદથી બનાવી શકાય છે. આ એક પ્રખ્યાત નોર્થ ઈન્ડિયન સાઇડ ડિશ છે જેની મજા તમે ગમે ત્યારે કોઈપણ સમયે માણી શકો છો. તેની ખાસ વાત એ છે કે તેને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. દહીંને કારણે આ વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને તેને તળ્યા વિના પણ બનાવી શકો છો અને તેનાથી વજન પણ કંટ્રોલ થાય છે.

ચાલો જાણીએ ટેસ્ટી દહીંવડા બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી
1 કપ ધોયેલી મગની દાળ, 1/2 ધોયેલી અડદની દાળ, લીલા મરચા 2-3, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી મીઠું, 1/2 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 2-3 કપ તાજુ દહીં, 2 ચમચી ખાંડ, 1/2 ચમચી કાળું મીઠું.

બનાવવાની રીત
દાળને ધોઈને પાણીમાં પલાળી દો. 4થી 6 કલાક પછી બધુ જ પાણી કાઢી લો. મિક્સરમાં દાળ નાખીને અડધો કપ પાણી અને અન્ય સામગ્રી પણ મિક્સ કરી લો. હવે તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. બેટરને 5 મિનિટ સુધી સારી રીતે હલાવો. જો તમે તેને હાથથી હલાવશો તો તે વધુ સારું રહેશે.

એક કટોરીમાં પાણી લઈને ટેસ્ટ કરીને જોઈ લો. જો બેટર તરી રહ્યું છે તો તે તૈયાર છે. હવે આ વાનગીનો મુખ્ય ટ્વિસ્ટ એ છે કે તેને તળવાની જરૂર નથી. તમે એપ મેકરમાં આ દહીવડાને નાખો.

મોલ્ડમાં માત્ર થોડું તેલ લગાવવું પડશે. તેને ધીમી આંચ પર પકાવી લો. હવે તેને હૂંફાળા પાણીમાં 5-10 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી નિચોવીને બધુ જ પાણી કાઢી લો. હવે તેના માટે દહીં તૈયાર કરી લો.

દહીંને ફેંટીને તેમાં આ બધી વસ્તુઓને મિક્સ કરી દો. હવે વડા ઉપર આ દહીં નાખો. પછી લીલી ચટણી, આમલીની ચટણી, ચાટ મસાલો, કાળા મરી, લાલ મરચું, ધાણાજીરું પાવડર, મીઠું, દાડમના દાણા, કોથમીર, ભુજીયા આ બધું નાખીને સર્વ કરો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...