Homeક્રિકેટપ્રો કબડ્ડી લીગની 10મી...

પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનનો અમદાવાદમાં આજથી પ્રારંભ થશે

પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનનો આવતીકાલથી અમદાવાદના આંગણે દબદબાભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે. 2014માં શરૂ થયેલી પ્રો કબડ્ડી લીગ હાલ ઘણી લોકપ્રિયતા મેળવી ચૂકી છે અને 30-સેકન્ડ રેઈડ, ડુ ઓર-ડાય રેઈડ, સુપર રેઈડ અને સુપર ટેકલ્સ જેવા ઈનોવેટિવ નિયમો લાગૂ કરાતા લીગ વધુ આકર્ષક બની છે.

પ્રો કબડ્ડી લીગની 10મી સિરીઝ સુધી પહોંચવાની ઐતિહાસિક સફળતાના ભાગરૂપે શુક્રવારે અમદાવાદમાં અક્ષર રિવર ક્રૂઝ પર ઉજવણી સાથે સીઝન 10ની જાહેરાત કરાઈ હતી.પ્રો કબડ્ડી લીગ, સ્પોર્ટ્સ લીગના હેડ તથા મશાલ સ્પોર્ટ્સ એન્ડ લીગ કમિશનર અનુપમ ગોસ્વામીએ PKL સીઝન 9-નીવિજેતા ટીમના કેપ્ટન સુનિલ કુમાર (જયપુર પિંક પેન્થર્સ) અને સીઝન 10ની ઓપનિંગ ગેમના કેપ્ટન પવન સેહરાવત (તેલુગુ ટાઇટન્સ) અને ફઝલ અત્રાચાલી (ગુજરાત જાયન્ટ્સ) સાથે સ્પેશિયલ સીઝનનું ઉદ્ધાટન કર્યુ હતું.

અનુપમ ગોસ્વામીએ જણાવ્યું કે, ‘સીઝન 10 માટે 12-શહેરોના ફોરમેટમાં પરત ફરવું એમાઈલસ્ટોન છે. અમે ઓછામાં ઓછા નવ ભૌગોલિક વિસ્તારોને ફરીથી સક્રિય કરીશું, જેઓએ 2019થી પ્રો કબડ્ડી લીગ પોતાના પ્રદેશમાં જોઈ નથી. 12 શહેરોમાં લીગનું આયોજન કરવાથી દરેક ફ્રેન્ચાઈઝીનેહોમ ક્રાઉડ સામે રમવાની તક મળશે.’

શનિવારે ટ્રાન્સસ્ટેડિયા દ્વારા EKA એરેના ખાતે PKL સીઝન 10ની પ્રારંભિક મેચમાં ગુજરાત જાયન્ટ્સની ટક્કર તેલુગુ ટાઇટન્સ સામે થશે. તેલુગુ ટાઇટન્સના કેપ્ટન અને પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી પવન સેહરાવતે જણાવ્યુ હતું કે, ‘હું મેટ પર લડવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. છેલ્લી સીઝનમાં હારનો સામનો કરવો મારા માટે મુશ્કેલ હતો. જો કે, મેં આ સીઝન માટે ભરપૂર તૈયારીઓ કરી છે. હું પ્રથમ ગેમમાં ફઝલનો સામનો કરવા પણ આતુર છું.

પીકેએલના સૌથી મોંઘા ડિફેન્ડર અને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન ફઝલ અત્રાચલીએ જણાવ્યું કે, ‘હું પ્રો કબડ્ડી લીગ સીઝન 10નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વિશ્વની શ્રેષ્ઠ કબડ્ડી ટૂર્નામેન્ટ છે. અમે સીઝન શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.

ટીમ સાત-આઠ કલાક પ્રેક્ટિસ કરે છે, અમે જીત માટે ઉત્સાહિત છીએઃ ફઝલ

ગુજરાતની ટીમના કેપ્ટન ફઝલ અત્રાચલીએ જણાવ્યું કે, આ સીઝનમાં અમારી ટીમ ઘણી સંતુલિત છે. ગુજરાતમાં કબડ્ડી રમવા માટે અને આ સીઝનમાં ચેમ્પિયન બનવા ટીમનો દરેક ખેલાડી ઉત્સાહિત છે. અમારા કોચ રામ મહેર સિંઘ ટીમ પાછળ તનતોડ મહેનત કરી રહ્યા છે. અમે દરરોજ સાત-આઠ કલાક પ્રેક્ટિસ કરીએ છીએ. પીકેએલમાં અમે દરેક મેચમાં હરીફ ટીમની ખામી અને ખાસિયત જાણીને તે મુજબ રણનીતિ તૈયાર કરીશું.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...