Homeક્રિકેટદક્ષિણ આફ્રિકાના પ્રવાસે ભારતના...

દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ભારતના ત્રણ કેપ્ટન: સૂર્યા T20, KL રાહુલ ODI અને રોહિત શર્મા ટેસ્ટ ટીમની કમાન સંભાળશે

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. દરેક ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન ટીમની કમાન સંભાળશે. સૂર્યકુમાર યાદવ ટી-20માં, કેએલ રાહુલ વનડેમાં અને રોહિત શર્મા ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે.

માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્માને ટી-20 ટીમની કેપ્ટન્સી પણ આપવામાં આવશે. જો કે, રોહિતે પોતાને ટી-20 અને ODI બંને ટીમોથી દૂર રાખ્યો છે.

10 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ 3 T-20, 3 ODI અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ટીમ 6 ડિસેમ્બરે આ પ્રવાસ માટે રવાના થશે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પ્રવાસની T20 અને ODI શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. તેણે પોતે જ આ બે સિરીઝમાંથી બ્રેક માંગ્યો હતો.

ટેસ્ટ માટે ભારતની ટીમ:રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકેટર), કે.એલ રાહુલ (વિકેટકેટર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ. શમી, જસપ્રીત બુમરાહ (VC), પ્રસિદ્ધ કૃષ્ણા (શમી ફીટ થશે તો જોડાશે)

3 T20I માટે ભારતની ટીમ: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (C), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (wk), જીતેશ શર્મા (wk), રવિન્દ્ર જાડેજા (VC), વોશિંગ્ટન સુંદર , રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર

3 ODI માટે ભારતની ટીમ: રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુધરસન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (C) (wk), સંજુ સેમસન (wk), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચાહર

ટીમ પસંદગીના મુદ્દાઓ
1. પુજારા-રહાણેને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી : ટેસ્ટ વિશેષજ્ઞ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. પૂજારાએ આફ્રિકાની પીચો પર 10 ટેસ્ટમાં 535 રન બનાવ્યા છે. જ્યારે અજિંક્ય રહાણેએ 6 ટેસ્ટ મેચમાં 402 રન બનાવ્યા છે.
2. સાઈ સુદર્શન અને રિંકુને પહેલીવાર ODIમાં તક મળી : યુવાન સાંઈ સુદર્શન અને રિંકુ સિંહને પહેલીવાર ODI ટીમમાં તક મળી. રિંકુએ ટી-20 ટીમ માટે ડેબ્યૂ કર્યું છે. સાઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી.
3. વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા સૂર્યકુમાર યાદવને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે : હાલમાં સૂર્યા ઓસ્ટ્રેલિયા સામેની 5 ટી20 શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ આફ્રિકા સામેની વનડે ટીમમાંથી તેની બાદબાકી કરવામાં આવી છે.
4. સેમસનની ODI ટીમમાં વાપસી, ટી-20માં કોઈ જગ્યા નથી : સંજુ સેમસન ODI ટીમમાં પરત ફર્યો છે, જ્યારે ટી-20 અને ટેસ્ટ ટીમમાં તેને તક મળી નથી
5. ત્રણ ફોર્મેટ વચ્ચે 31 પ્લેયર, ફકત ત્રણ જ પ્લેયર તમામ ફોર્મેટ માટે પસંદ થયા : શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયેકવાડ અને મુકેશ કુમાર ત્રણેય ફોર્મેટ માટે પસંદ થયા છે.

ભારત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી
દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમનું ટેસ્ટ પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. ટીમ આફ્રિકાના મેદાનો પર અત્યાર સુધીમાં 8 ટેસ્ટ શ્રેણી રમી ચૂકી છે. જેમાંથી એક મેચ ડ્રો રહી હતી જ્યારે ટીમ ઈન્ડિયાને 7 સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે ત્યાં 23 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ટીમ માત્ર 4 જીતી શકી છે, જ્યારે 7 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમને બાકીની 12 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...