Homeક્રિકેટપીસીબીની મોટી માંગણી, કહ્યું...

પીસીબીની મોટી માંગણી, કહ્યું – ટીમ ઇન્ડિયા પાકિસ્તાન ના આવે તો આઈસીસી આપે વળતર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાનપદ માટેના હક્કો માટે તેની સાથે કરાર પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી છે. આ સિવાય ભારપૂર્વક જણાવ્યું છે કે જો ભારત રાજકીય અને સુરક્ષાના કારણોનો હવાલો આપીને તેમના દેશમાં જવાનો ઇનકાર કરે તો પીસીબીને વળતર આપવું જોઈએ.

પીસીબીના એક વિશ્વસનીય સૂત્રએ રવિવારે પીટીઆઈને જણાવ્યું હતું કે આઇસીસીએ ટૂર્નામેન્ટના યજમાન તરીકે પાકિસ્તાનને પસંદ કર્યું છે. પરંતુ તેણે હજી સુધી તેની સાથે હોસ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

અમદાવાદમાં થઇ હતી મુલાકાત

સૂત્રએ એ પણ ખુલાસો કર્યો છે કે પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) સલમાન નસીર ફેબ્રુઆરી-માર્ચ 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે ચર્ચા કરવા માટે અમદાવાદમાં આઇસીસીના એક્ઝિક્યુટિવ બોર્ડને મળ્યા હતા. સૂત્રએ જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા તેની ટીમને ફરીથી પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આઇસીસીએ ટૂર્નામેન્ટ અંગે એકપક્ષીય નિર્ણય લેવો જોઈએ નહીં.

સ્વતંત્ર સુરક્ષા એજન્સીની નિમણૂંક કરો

સૂત્રએ કહ્યું કે પીસીબીના ઓફિસિઅલ્સે આઇસીસીને જણાવ્યું હતુ કે જો ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કરી દીધો હોય તો વૈશ્વિક સંસ્થાએ સ્વતંત્ર સુરક્ષા એજન્સીની નિયુક્તિ કરવી જોઈએ. પીસીબીએ કહ્યું કે એજન્સી ભારત ઉપરાંત અન્ય ભાગ લેનાર ટીમોની સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પાકિસ્તાન સરકાર અને સુરક્ષા અધિકારીઓ સાથે સંપર્ક કરી શકે છે. પીસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ઘણી ટોચની ટીમોએ સુરક્ષાની કોઈ પણ ચિંતા વિના પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે.

આઇસીસી પાસે વળતરની માંગ

સૂત્રએ કહ્યું કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો ભારત ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ નહીં મોકલે અને તેની મેચો કોઈ બીજા દેશમાં યોજાય તો આઈસીસીએ પાકિસ્તાનને તેની ભરપાઈ કરવી પડશે. તેમણે કહ્યું કે પીસીબીના અધિકારીઓ સ્પષ્ટ છે કે પાકિસ્તાન અને ભારતની સરકારો વચ્ચેના સંબંધોને જોતા એવી સંભાવના છે કે સુરક્ષા અને રાજકીય કારણોસર ભારત ફરીથી તેમના દેશમાં રમવાથી પીછેહઠ કરશે. આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સંયુક્ત રીતે આયોજિત એશિયા કપમાં ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...