Homeરસોઈઆ રીતે ઘરે જ...

આ રીતે ઘરે જ બનાવો ગુજરાતી કઢી, જાણો તેની સરળ રેસીપી

મોટા ભાગના લોકોને ગુજરાતી ફૂડ ખૂબ પસંદ હોય છે. કઢી એક એવી આઈટમ જે દેશભરમાં વિવિધ સ્વાદ સાથે ખાવામાં આવે છે. લોકો ગુજરાતી કઢી પણ ખૂબ જ સ્વાદ લઈને આરોગે છે. અન્ય કઢી કરતા ગુજરાતી કઢીનો સ્વાદ મીઠો હોય છે. બાળકો સહિત મોટા લોકો પણ ગુજરાતી કઢી ખાવાનું પસંદ કરે છે. ત્યારે આ ફેસ્ટિવ સિઝનમાં અમે તમને ગુજરાતી કઢીની સરળ રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેને તમે ઘરે જ બનાવી શકો છો અને ઘરે આવતા મહેમાનને પણ ખવડાવી શકો છો.

  • તૈયારીનો સમય: 10 મિનિટ
  • રસોઈનો સમય: 35 મિનિટ
  • કેટલા લોકો માટે: 4
  • કેલરી: 241

ગુજરાતી કઢી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 મોટો ચમચો ચણાનો લોટ
  • 2 ચમચી તેલ
  • 8-10 કઢી પત્તા
  • 2 કપ દહીં
  • 2 ચમચી ખાંડ
  • 3 પલાળેલા લાલ મરચા
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી સમારેલા લીલા ધાણા
  • 1 ચપટી હીંગ
  • 1/4 ચમચી તજ પાવડર
  • 2 ચમચી સરસવ
  • સ્વાદ મુજબ મીઠું

ગુજરાતી કઢી બનાવવાની રેસીપી

  • સૌપ્રથમ એક વાસણમાં દહીં નાખીને સારી રીતે ફેટી લો.
  • હવે દહીંમાં ચણાનો લોટ ઉમેરીને તેને ફરીથી ફેટીને મિક્સ કરી લો.
  • આ મિશ્રણમાં ગઠ્ઠા ન રહે તેનું ધ્યાન રાખો.
  • ત્યાર બાદ આ મિશ્રણમાં ખાંડ, તજ પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 3-4 કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો.
  • એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં સરસવ અને લાલ મરચાં નાખીને થોડી સેકંડ માટે તળી લો.
  • ત્યાર બાદ તેમાં કઢી પત્તા ઉમેરીને તળી લો.
  • મસાલા તડતડાટ થવા લાગે ત્યારે ચણાના લોટ-દહીંનું મિશ્રણ નાખીને પકાવો.
  • કઢીને ઢાંકીને થોડી-થોડી વાર હલાવતા રહો.
  • પ્રથમ વાર જ્યારે કઢી ઉકળે ત્યારે ગેસની આંચ ઓછી કરીને પેનને ઢાંકીને 15-20 મિનિટ સુધી થવા દો.
  • હવે ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારી સ્વાદથી ભરપૂર ગુજરાતી કઢી

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...