Homeક્રિકેટએક જ મેચમાં સટાસટ...

એક જ મેચમાં સટાસટ 6 વિકેટ ખેરવી…: IPL 2024 પહેલા MS ધોનીના આ ખેલાડીએ મચાવ્યો તરખાટ, લઈ ચૂક્યો છે હેટ્રીક

વિજય હઝારે ટ્રોફીના બીજા તબક્કાની મેચમાં દીપક ચહરે 6 વિકેટ ઝડપી
આ તેની લિસ્ટ-એ કારકિર્દીમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
10 ઓવરમાં 4.1ના ઈકોનોમી રેટથી 41 રન આપીને 6 વિકેટ લીધી
IPL 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.આ દરમિયાન એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે બોલ સાથે અદભૂત પ્રદર્શન કર્યું છે.

હાલમાં રમાઈ રહેલી વિજય હઝારે ટ્રોફીના બીજા તબક્કામાં રાજસ્થાનના ફાસ્ટ બોલર દીપક ચહરે ગુજરાત સામે 6 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિપક્ષી ટીમ 29 ઓવરમાં માત્ર 128 રન પર જ સિમિત રહી હતી. દીપકનું તેની લિસ્ટ-એ કારકિર્દીમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ચાલો તેની બોલિંગ અને આંકડાઓ પર એક નજર કરીએ.

દીપકની બોલિંગ આવી હતી
વિપક્ષી બેટ્સમેન પાસે દીપકની બોલિંગનો કોઈ જવાબ નહોતો. તેણે ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલ (3)ને બોલ્ડ કરીને પોતાની વિકેટ ખાતું ખોલાવ્યું હતું. આ પછી તેણે વિપક્ષના કેપ્ટન ચિંતન ગજા (0), પીયૂષ ચાવલા (18), વિશાલ જયસ્વાલ (1), જયવીર પરમાર (0) અને અર્જન નાગવાસવાલા (0)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તેણે તેની 10 ઓવરમાં 4.1ના ઈકોનોમી રેટથી 41 રન આપીને 6 વિકેટ લીધી હતી.

દીપકે લિસ્ટ-A કારકિર્દીમાં પ્રથમ વખત 6 વિકેટ લીધી હતી
આ પ્રથમ વખત છે જ્યારે દીપકે લિસ્ટ-A ક્રિકેટમાં 6 વિકેટ લીધી હોય. આ તેની બીજી પાંચ વિકેટ છે. તેની લિસ્ટ-એ કારકિર્દીમાં તેણે 60 મેચમાં 28ની સરેરાશથી 82 વિકેટ ઝડપી છે. પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતા દીપકે 2010માં લિસ્ટ-એ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી હતી.

દીપકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર એક નજર
દીપકે અત્યાર સુધી 13 વનડેમાં 30.56ની એવરેજ અને 5.75ના ઈકોનોમી રેટથી 16 વિકેટ લીધી છે. ODI ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 3 વિકેટ ઝડપી છે. તેણે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં તેણે 24.24ની એવરેજ અને 8.17ના ઈકોનોમી રેટથી 29 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે એક મેચમાં 6 વિકેટ પણ લીધી છે.

રોહિત શર્માએ દીપક ચહર પર કટાક્ષ કર્યો હતો
દીપક ચહરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 7 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ પ્રવાસ પર રમી હતી. 3 મેચની ODI સિરીઝની બીજી મેચમાં દીપક ચહર માત્ર 3 ઓવર બોલિંગ કર્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે મેચ છોડવી પડી હતી. આ મેચમાં ભારતને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ ઈશારા સાથે હાર માટે દીપક ચહરની ઈજાને જવાબદાર ગણાવી હતી. તેણે કહ્યું”જ્યારે તમે દેશ માટે રમવા આવો છો, ત્યારે તમારે સંપૂર્ણપણે ફિટ હોવું જોઈએ, આ રીતે અડધું ફિટ આવવું યોગ્ય નથી.”

આ ઘટના બાદ દીપક ચહરને કોઈપણ સીરીઝમાં તક આપવામાં આવી નથી. તેની પાછળ રોહિત શર્માની નારાજગીનું કારણ ગણી શકાય.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...