Homeધાર્મિકધરને ધન-સંપત્તિથી ભરે દે...

ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ

શુક્રવારની સવારે ઉઠો ત્યારે શું કરવું

મા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ તમારી બંને હથેળીઓને તમારી સામે રગડો અને પછી ‘કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કર્દર્શનમ્’ મંત્રનો જાપ કરો. તેને ચહેરા પર ઘસો. એવું કહેવાય છે કે આવું કરવાથી માતા લક્ષ્મી, ભગવાન બ્રહ્મા અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.

ઘરમાં સ્વચ્છતા જાળવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, માતા લક્ષ્મી એ જ ઘરોમાં આવે છે જ્યાં અત્યંત સ્વચ્છતા હોય છે. તેથી માત્ર શુક્રવાર જ નહીં પરંતુ અઠવાડિયાના સાતેય દિવસે પણ ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો. સફાઈ કર્યા પછી, સાવરણીને સ્વચ્છ જગ્યાએ રાખો. ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય ડસ્ટબીન ન રાખવું જોઈએ.

મીઠા દહીંનું કરો સેવન

જ્યારે પણ તમે શુક્રવારના દિવસે ઘરની બહાર નીકળો ત્યારે ચોક્કસ મીઠા દહીંનું સેવન કરો. આમ કરવાથી માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. આટલું જ નહીં શુક્રવારે કાળી કીડીઓમાં ખાંડ નાખો. આમ કરવાથી પુણ્ય લાભ મળે છે. તેની સાથે જ શુક્રવારે મંદિરમાં જઈને દેવી લક્ષ્મી ને માખણ, પતાશા, શંખ, કમળ અને  કોડી ચઢાવો.

દેવી લક્ષ્મીના સ્તોત્રનો પાઠ કરો

ધનની અછતને દૂર કરવા માટે શુક્રવારે લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર અથવા શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારની આર્થિક તંગી દૂર થાય છે. તેની સાથે જ શુક્રવારે દેવી લક્ષ્મીને ગુલાબ કે કમળનું ફૂલ ચઢાવવાનું ભૂલશો નહીં.

મા લક્ષ્મીને પ્રિય ભોજન કરો અર્પણ

માતા લક્ષ્મી ને અન્નપૂર્ણા અથવા અનાજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વના તમામ જીવોનું પેટ ભરે છે. જો તેની કૃપા ન હોય તો કોઈને એક દાણો પણ ન મળે. એટલા માટે તમારે શુક્રવારે ઘરે જ ખીર બનાવવી જોઈએ. ખાસ પ્રસંગો પર, તમે મા લક્ષ્મીના માનમાં ચોખાની ખીર બનાવી શકો છો. તેને પાયસમ પણ કહેવાય છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...